Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સિન્ડીકેટ-પીએનબી-યુનિયન બેંક સહિત ૬ બેંકો ઉપર RBIના તોળાતા નિયંત્રણો

આ બેંકો RBIના પ્રોમ્પ્ટ કરેકટીવ એકશન હેઠળ આવશે

નવી દિલ્હી, તા.૧૧: મજબૂત બેન્કોને નબળી બેન્કોની સારી લોન વેચવાની નાણામંત્રાલયની યોજના પહેલી નજરે શકય જણાતી નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર વધુ છ PSU બેન્ક RBIના પ્રોમ્પ્ટ કરેકટિવ એકશન PCA હેઠળ આવે તેવી શકયતા છે. યાદીમાં PNB , યુનિયન બેન્ક અને સિન્ડિકેટ બેન્કનો સમાવેશ સંભવ છે.

RBI એક મહિનામાં આ બેન્કો પર નિયંત્રણ લાદશે તો ૧૭ બેન્ક PCA ના માળખા હેઠળ આવશે. ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં PCA ની માંગરેખા હેઠળ અલાહાબાદ બેન્ક પર કેટલાક નિયંત્રણ મૂકવામાં આવ્યાં હતાં. જેમાં રેટિંગ વગરના અને ઊંચા જોખમવાળા ધિરાણમાં એકસ્પોઝર ઘટાડવાના નિર્દેશનો સમાવેશ થાય છે. દેના બેન્કને નવું ધિરાણ નહીં કરવા જણાવાયું હતું. નાણામંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 'આ બેન્કો તમામ ઇન્ડિકેટર્સમાં નિષ્ફળ નહીં હોવાને કારણે RBI તેમને થોડી રાહત આપે તેવી શકયતા છે.' RBIએ જણાવ્યું હતું કે, 'બેન્કો સરકાર સાથે ચર્ચામાં છે અને RBIના જણાવ્યા અનુસાર તેઓ આગામી એકાદ-બે કવાર્ટરમાં રિકવરી દર્શાવશે. RBI આ બેન્કોને PCA હેઠળ મૂકશે તો તેમના માટે ઝડપથી ટર્નઅરાઉન્ડ કરવાનું મુશ્કેલ બનશે.'

તેમણે ચોકકસ માહિતી આપ્યા વિના જણાવ્યું હતું કે, આ બાબતે થોડી ચર્ચા થઇ છે. અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે, 'ત્રણ બેન્કને પણ PCA હેઠળ મૂકવામાં આવે તો PCA હેઠળની બેન્કોની સારી લોન ટેકઓવર કરવા માટેના બેન્કોના કોન્સોર્ટિયમની યોજના શકય નહીં બને.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે 'ધિરાણનાં નિયંત્રણ હોય તો આ બેન્કો માટે સારી લોન ટેકઓવર કરવાનું યોગ્ય જણાતું નથી.' સેન્ટ્રલ બેન્કના ભૂતપૂર્વ સ્વતંત્ર ડિરેકટર એમ પી શોરાવાલાએ જણાવ્યું હતું કે 'નબળી બેન્કોની બેલેન્સશીટમાંથી પફોર્મિગ લોનને બહાર કાઢવાનો નિર્ણય યોગ્ય નથી.'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'સરકારે બેન્કોના મર્જર કે કોન્સોલિડેશનની યોજના તૈયાર કરી હોત તો આ પ્રસ્તાવ યોગ્ય દિશામાં ગણાત. નાણાપ્રધાન પીયૂષ ગોયલે ગયા સપ્તાહે PSU બેન્કોના વડા સાથેની બેઠક કરી હતી. મીટિંગ પછી તેમણે કહ્યું હતું કે, 'BOB ના વડા જયકુમાર PSU બેન્કો દ્વારા PCA હેઠળની બેન્કોની સારી લોન ટેકઓવર કરવાની સ્ટ્રેટેજી તૈયાર કરશે. 'સરકારે PNBના નોન-એકિઝકયુટિવ ચેરમેન સુનિલ મહેતાના ચેરમેનપદ હેઠળ એક સમિતિની રચના કરી છે. સમિતિ PSU બેન્કોની સ્ટ્રેસ્ડ એસટ્રસના ઝડપી રિઝોલ્યુશન માટે ARC અથવા AMC ની રચના કરવાની ચકાસણી કરશે.

(3:31 pm IST)