Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ઉત્તર પ્રદેશના ૫૦ હજારથી વધુ શિક્ષકોની નોકરી સંકટમાં

નવી દિલ્હી, તા. ૧૧ :. ૨૦૧૨થી ૨૦૧૮ વચ્ચે ભરતી કરાયેલ બુનીયાદી શિક્ષા પરિષદના પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં કામ કરતા લગભગ ૫૦ હજાર શિક્ષકોની નોકરી જોખમમાં છે. હાઈકોર્ટના એક આદેશ પછી તેમની નોકરી જોખમમાં મુકાઈ છે. જેમાં કોર્ટે કહ્યુ છે કે જે શિક્ષકોના બી.એડ્. બી.ટી.સી.ના પરિણામો તેમના ટીટીઈના પરિણામો પછી આવ્યા છે તેમની ભરતી અમાન્ય ગણાશે.

અદાલતના આ આદેશના કારણે પ્રાથમિક શાળાઓના ૭૨૮૨૫ અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓના ૨૯૩૩૪ શિક્ષકોને અસર થઈ રહી છે. એક અનુમાન પ્રમાણે જેમનું બી.એડ્. બી.ટી.સી.નું પરિણામ ટીડીઈ પછી જાહેર થયું હોય તેવા શિક્ષકોની સંખ્યા ૫૦,૦૦૦થી વધારે છે. આ આદેશની અસર હાલમાં ૬૮૫૦૦ શિક્ષકોની ભરતી પ્રક્રિયા પર પણ થશે.

હાઈકોર્ટે ૩૦ મે ના પોતાના હુકમમાં બુનીયાદી શિક્ષણ અધિકારીઓને કહ્યુ છે કે જે શિક્ષકોના પરીણામ ટીઈટીના પરિણામો પછી આવ્યા હોય તેવા શિક્ષકોનું સિલેકશન રદ કરી દેવામાં આવે. જો કે સરકારે આ બાબતે હજુ સુધી પોતાનું વલણ જાહેર નથી કર્યુ.

હાઈકોર્ટના આદેશથી પ્રભાવીત શિક્ષકોએ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી દીધી છે. એક ટીમ દિલ્હી પહોંચી ગઈ છે. પસંદગી પામેલ શિક્ષકોનું કહેવું છે કે, યુપી ટીઈટી માટે જાહેર કરાયેલ જાહેરાતમાં એવો કોઈ ઉલ્લેખ નહોતો કે જેના પ્રશિક્ષણના પરિણામ ટીઈટીના પરિણામ પછી આવશે તેને ટીઈટીનું પ્રમાણપત્ર નહીં મળે.

(2:35 pm IST)