Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સેંસેક્સ ૪૦ પોઇન્ટ ઉછળી ૩૫૪૮૩ની નવી સપાટીએ

નિફ્ટી ૧૯ પોઇન્ટ ઉછળી ૧૦૭૮૭ની સપાટીએ : ભારતી એરટેલના શેરમાં ૩.૫ ટકાનો અને સનફાર્માના શેરમાં ૧.૧ ટકા સુધાર : આજથી ફેડરલ રિઝર્વની બેઠક

મુંબઇ,તા. ૧૧ : શેરબજારમાં આજે તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૪૦ પોઇન્ટ સુધરીને ૩૫૪૮૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૧૯ પોઇન્ટ વધીને ૧૦૭૮૭ની સપાટીએ રહ્યો હતો. વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવે તો ભારતી એરટેલના શેરમાં ૩.૫ ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે સનફાર્માના શેરમાં ૧.૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. તાતા સ્ટીલના શેરમાં ૨.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. જી-૭ સમિટ આડે સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. કારણ કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સંયુક્ત સત્રમાંથી ખસી ગયા છે. ટ્રમ્પની જાહેરાતથી મોટો ફટકો એકતાને પડ્યો છે. આવતીકાલે ફેડરલ રિઝર્વની બે દિવસની બેઠક શરૂ થશે. આ વર્ષે બીજી વખત વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) માટેના દેશના જીડીપી ગ્રોથ રેટના આંકડા હાલમાં જારી કરવામાં આવ્યા હતા. જીડીપી ગ્રોથ રેટ ૭.૭ ટકા રહ્યો છે જે નોટબંધી બાદથી સૌથી ઉંચો દર છે. સરકારને આનાથી મોટી રાહત થઇ છે. ભારતે આ મામલામાં ચીનને પણ પછડાટ આપી દીધી છે.ચીનનો ગ્રોથ રેટ ૬.૮ ટકાનો રહ્યો છે. સંપર્ણ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો છે. છેલ્લા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટ ગ્રોથરેટ ૭.૨ ટકાથી સુધારીને ૭ ટકા કરવામાં આવ્યો હતો.વાર્ષિક હોલસેલ પ્રાઇઝ ફુગાવો એપ્રિલ મહિનામાં વધીને ૩.૧૮ ટકા હતો જે માર્ચ મહિનામાં ૨.૪૭ ટકા હતો. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. યુએસ ફેડરલ રિઝર્વની બેઠક મંગળવાર અને બુધવારના દિવસે મળનાર છે. બુધવારે બેઠકના પરિણામ જાહેર થશે. યુરોપિયન સેન્ટ્રલ બેંકની પોલિસી બેઠક ગુરુવારના દિવસે યોજાશે જ્યારે બેંક ઓફ જાપાન દ્વારા શુક્રવારના દિવસે તેના પરિણામ જાહેર કરવામાં આવશે. શેરબજારમાં શુક્રવારના દિવસે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૧૯ પોઇન્ટ ઘટીને ૩૫૪૪૪ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી એક પોઇન્ટ ઘટીને ૧૦૭૬૮ની નીચી સપાટીએ રહ્યો હતો.ગયા સપ્તાહમાં પોલીસી સમીક્ષા જારી કરવામાં આવી હતી. જેમાં વ્યાજદરમાં અથવા તો રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ એટલે કે સાડા ચાર વર્ષના ગાળામાં રિઝર્વ બેંક દ્વારા પ્રથમ વખત રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. રિવર્સ રેપોરેટ હવે વધારી દેવામાં આવ્યો હતો. જો કે, કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) અને એસએલઆરને ક્રમશઃ ૪ અને ૧૯.૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરાયો હતો.આ નાણાંકીય વર્ષની આ બીજી એમપીસીની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા હતી.જાન્યુઆરી ૨૦૧૪માં આરબીઆઈએ છેલ્લી વખતે રેપોરેટમાં વધારો કર્યો હતો અને તે વખતે રેટ આઠ ટકા હતો ત્યારબાદથી રેટને ઘટાડવામાં આવી રહ્યો હતો અથવા તો યથાવત રાખવામાં આવી રહ્યો હતો. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ૧૨મી જૂનના દિવસે ઐતિહાસિક શિખર બેઠક ઉત્તર કોરિયાના નેતા સાથે યોજાનાર છે. બીજી બાજુ સરકાર મંગળવારના દિવસે એપ્રિલ ૨૦૧૮ માટેનો ઇન્ડસ્ટ્રીય પ્રોડ્ક્શન ડેટા જાહેર કરનાર છે. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો માર્ચમાં ૪.૪ ટકાની આસપાસ નોંધાયો હતો. આ ઉપરાંત મે ૨૦૧૮ માટેના હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાના આંકડા ૧૪મી જૂનના દિવસે ગુરુવારના દિવસે જાહેર કરવામાં આવશે.

(7:32 pm IST)
  • આખરે કોંગ્રેસની ઈફ્તાર પાર્ટીમાં પ્રણવ મુખરજીને આમંત્રિત કરાયા : અગાઉ કોંગ્રેસે સંઘના મુખ્યાલયમાં જનાર પ્રણવદા અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને ઈફ્તાર પાર્ટીમાં નહિ બોલાવવા નિર્ણય કર્યો હતો : કોંગ્રેસનું પ્રોટોકોલનું બહાનું પ્રણવ મુખરજીના કાર્યાલયે ફગાવ્યું, કહ્યું કે પ્રણવ મુખરજીના કદને હળવાશથી લેવા નિર્ણય કરાયો હતો. access_time 1:38 am IST

  • કાર્તિ ચિદમ્બરમને આગોતરા જામીન મળ્યા: બ્લેક મની કેસમાં પૂર્વ નાણાં પ્રધાન પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને આગોતરા જામીન મળી ગયા છે. access_time 8:30 pm IST

  • રૂ.૨,૬૫૪ કરોડના કેસમાં અમિત ભટ્ટનાગરને હાઈકોર્ટની રાહત :પુત્રીને અમેરીકા અભ્યાસ અર્થે મોકલવા ૨૦ દિવસના જામીન મળ્યા : પોલીસનો જાપ્તો રહેશે access_time 3:37 pm IST