Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

અફઘાનિસ્તાનમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની બિલ્ડિંગમાં આતંકી હુમલો:15 સૈનિકોના મોત

હુમલાની જવાબદારી તાલિબાને સ્વીકારી : આતંકીઓ અને સુરક્ષાદળ વચ્ચે અથડામણ ચાલુ

અફઘાનિસ્તાનના કુંદુજ વિસ્તારમાં આતંકી હુમલો થયો છે આ હુમલાની જવાબદારી તાલિબાને સ્વીકારી છે, હુમલામાં અત્યારસુધીમાં 15 અફઘાનિસ્તાના સૈનિકોના મોત નીપજ્યા છે અફઘાનિસ્તાનના જલાલાબાદ વિસ્તારમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની બિલ્ડિંગને નિશાન બનાવી હુમલો કરાયો હતો સ્થાનિક રિપોર્ટ પ્રમાણે આતંકીઓ અને સુરક્ષાદળ વચ્ચે અથડામણ ચાલી રહી છે.


   અફઘાનિસ્તાનના કુન્ડુઝ પ્રાંતમાં આજે વહેલી સવારે આતંકી હુમલો થયો છે. ન્યૂઝ એજન્સી મુજબ નાંગહારના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ગનમેને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ સિવાય, નાંગહર પ્રાંતના જલાલાબાદ શહેરમાં બ્લાસ્ટ થયો હોવાના સમાચાર છે. જો કે બ્લાસ્ટમાં કોઇ જાનહાનિના સમાચાર નથી.

   એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફ નાંગહારના હેડ આસિફ શિનવારીએ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની બિલ્ડિંગમાં ગન ફાયરિંગ થયાના સમાચારની પુષ્ટિ કરી હતી. શિનવારીના જણાવ્યા મુજબ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની બિલ્ડિંગમાં આજે ગન ફાયરિંગ થયું હતું જે હજુ પણ યથાવત છે

 રવિવારે કંદહાર પ્રાંતમાં તાલિબાનના આતંકીઓએ સિક્યોરિટી ચેકપોઇન્ટ પર હુમલો કર્યો હતો. જેમાં 13 પોલીસકર્મીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં છેલ્લાં કેટલાંક દિવસોથી સતત આતંકી હુમલાઓ થઇ રહ્યા છે.

(12:52 pm IST)