Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

મુંબઇમાં રાહુલ ગાંધીનું ૧૦૦૦ રિક્ષાવાળા સ્વાગત કરશે

મુંબઇ તા. ૧૧ :.. આવતી કાલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી મુંબઇમાં કાર્યકર્તાઓમાં જોશ ફૂંકવા આવી રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત ૧૦૦૦ રીક્ષાવાળા કરશે એમ મુંબઇ કોંગ્રેસના સંજય નિરૂપમે જણાવ્યું હતું.

રાહુલ ગાંધી 'પ્રોજેકટ શકિત' નામની પરિયોજના શરૂ કરશે એમ જણાવતાં મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સંજય નિરૂપમે કહયું હતું કે 'રાહુલ ગાંધી આવતી કાલે મુંબઇમાં હશે. આ દરમ્યાન આશરે ૧૦૦૦ રિક્ષા - ડ્રાઇવરોએ પોતાનાં વાહનો સાથે રાહુલ ગાંધીનું સ્વાગત કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસના અધ્યક્ષ સામાન્ય લોકોના નેતા છે અને આ તેમના પ્રતિ સામાન્ય નાગરીકોનો સ્નેહ છે. રાહુલ ગાંધી શહેરમાં બૂથ સ્તરના કાર્યકર્તાઓને સંબોધિત કરશે.' (પ-૬)

(11:49 am IST)