Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

લખનઉ-આગ્રા એક્‍સપ્રેસ વે પર રોડવેઝની બસે ટૂરમાં જતા વિદ્યાર્થીઓને અડફેટે લીધા, ૭ના મોત ૩ ઘાયલ

નવી દિલ્‍હી તા. ૧૧ : લખનઉ-આગરા એક્‍સપ્રેસવે પર મોટી રોડ દૂર્ઘટના ઘટી છે, જેમાં લગભગ ૭ લોકોના મોત થયાના સમાચાર છે. એક્‍સપ્રેસવે પર ભયાનક અકસ્‍માત થયો છે જેમાં ૭ લોકોના મોત અને બે ગંભીર રીતે ઘાયલ થયા થયા છે, જેઓને સારવાર માટે મેડિકલ કોલેજમાં એડમીટ કરવામાં આવ્‍યા છે. દૂર્ઘટનામાં ૬ બીટીસીના વિદ્યાર્થીઓ અને એક ટીચરનું મોત થયું છે.

માહિતી પ્રમાણે, એક કાબુ ગુમાવેલી દીધેલી બસે ૯ લોકોને કચડી નાંખ્‍યા હતા, જેમાં ૭ લોકોના મોત થયા હતા, આ બધા સંતકબીર નગરના પ્રભાદેવી કોલેજના વિદ્યાર્થીઓ હતા, જે હરિદ્વાર ટૂર પર જઇ રહ્યાં હતા. દૂર્ઘટનાની માહિતી મૃતકોના પરિવારજનોને આપી દેવામાં આવી છે.

ખરેખર, તાલગ્રામ વિસ્‍તારમાં બસનું ડિઝલ પુરી થઇ ગયું અને બીજી બસમાંથી થોડુ ડિઝલ કાઢવામાં આવી રહ્યું હતું, જેથી બસ પેટ્રોલ પંપ સુધી પહોંચી શકે, ડિઝલ કાઢવાના સમયે વિદ્યાર્થીઓ એક્‍સપ્રેસવે પર ઉભા હતા, ત્‍યારે લખનઉથી આગરા જઇ રહેલી રોડવેઝ બસે આ વિદ્યાર્થીઓને એડફેટે લીધા અને કચડીને નીકળી ગઇ હતી.

બાદમાં પોલીસે ઘટના સ્‍થળ પર પહોંચીને સ્‍થિતિને સંભાળી લીધી છે. મૃતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્‍યા છે. દૂર્ઘટના બાદ ડ્રાઇવર ફરાર થઇ ગયો છે જેની શોધખોળ ચાલું છે. ઉલ્લેખનીય છે કે, ૩૦૨ કિલોમીટર લાંબા લખનઉ-આગરા એક્‍સપ્રેસવે ૬ લેન વાળો છે. આ એક્‍સપ્રેસવેનો બનાવવામાં તેર હજાર બસ્‍સો કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

(11:46 am IST)