Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સલમાન ખાનને મારી નાખવાનું કાવતરૂ ઘડનારો પકડાઇ ગયો

ચિંકારા કેસમાં સજા મળ્યાના બે જ દિવસમાં જામીન પર છૂટી જતા લોરેન્સ બિશ્નોઇએ હત્યા કરવાની આપી હતી સુપારી

મુંબઇ, તા. ૧૧: એકટર સલમાન ખાનની હત્યાના ષડયંત્રનો ખુલાસો સ્પેશ્યલ ટાસ્ક ફોોર્સ (એસટીએફ)એ કર્યો છે. હરિયાણા પોલીસની એસટીએફએ લોરેન્સ બિશ્નોઇ ગેંગના ર૮ વર્ષના ગેંગસ્ટર સંપત નેહરાની ૬ જૂને હૈદરાબાદમાંથી ધરપકડ કરી હતી. સંપત નેહરા વિરૂદ્ધ હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ચંડીગઢમાં હત્યા, અ૫હરણ અને સોપારી લઇને હત્યા કરવા જેવા બે ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે. છેલ્લા કેટલાક વર્ષથી ફરાર સંપત નેહરાને પકડવા માટે રોકડ ઇનામ પણ રાખવામાં આવ્યું હતું.

મળેલી માહિતી પ્રમાણે રાજસ્થાનના ચુરૂ જિલ્લાના કલૌરી ગામનો રહેવાસી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેંગનો શાર્પ શૂટર હતો અને સંપત નેહરા સલમાન ખાનને જાનથી મારી નાખવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. સંપત નેહરાએ મુંબઇ આવીને સલમાન ખાનના આવવા-જવાના સમય અને તેના બધા સિકયોરિટી ગાર્ડ વિશે માહિતી મેળવી હતી.

લોરેન્સ બિશ્નોઇએ જાન્યુઆરી-ર૦૧૮નમાં સલમાન ખાન ૧૯૯૮માં ચિંકારાના શિકારના કેસમાં જોધપુર કોર્ટમાં હાજર થયો ત્યારે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સલમાન ખાનને આ કેસમાં પાંચ વર્ષની સજા મળી હતી, પરંતુ બે જ સ્દવસમાં જામીન મેળવીને છૂટી ગયો હોવાથી બિશ્નોઇ ગેંગ ખાસ્સી ગુસ્સામાં હોવાથી તેણે સલમાનનું મર્ડર કરવાની જવાબદારી સંપત નેહરાને સોંપી હતી. તે સલમાન ખાનની બધી એકિટવિટી પર ધ્યાન આપી કામ પુરૂ કરીને વિદેશ ભાગી જવાના પ્લાનિંગમાં હતો. (૮.પ)

(10:21 am IST)