Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

અલ્લાહને ખુશ કરવા સગા બાપે માસૂમ પુત્રીનું ગળું કાપી બલી ચડાવી : હાહાકાર

હત્યા પહેલા પુત્રીને ફરવા લઇ ગયો, મનપસંદ વસ્તુ ખવડાવી, કલમા વંચાવી પછી ગળુ કાપી નાખ્યું

રાજસ્થાનના જોધપુરમાં ૨૬ વર્ષીય પિતાએ તેની ચાર વર્ષની માસૂમ બાળકીનું ગળું કાપી નાખ્યું હતું. પોલીસે શનિવારે હત્યારા પિતા નવાબ અલીની ધરપકડ કરી છે. તેણે જે વાત કરી તેનાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. નવાબે કહ્યું હતું કે તેણે અલ્લાહને ખુશ કરવા માટે પોતાની પ્રિય પુત્રી રિઝવાનાની કુરબાની આપી છે.ઙ્ગ

હત્યા કરી એ પહેલા પુત્રીની ઈચ્છા પ્રમાણે તેને તે ફરવા લઈ ગયો, મનપસંદ વસ્તુઓ ખવડાવી અને સૂતા પહેલા કલમા વંચાવીને પછી તેનું ગળું કાપી નાખ્યું હતું.

જોધપુરના પિપાડમાં આ ઘટના બની છે. તપાસમાં પિતા નવાબ અલીની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. પુરાવાના આધારે નવાબની આકરી પૂછપરછ પોલીસે કરી હતી.ઙ્ગ

ત્યારે તેણે પોતાની પુત્રીની હત્યા કરી હોવાની વાત સ્વીકારી હતી. નવાબે કહ્યું હતું કે તે નમાઝી છે. તેણે કહ્યું હતું કે તેને તેની બાળકી રિઝવાના સૌથી વધુ પ્યારી હતી. જે તેની નાનીના ઘરે ગઈ હતી. નવાબે રિઝવાનાને ત્યાંથી ઘરે બોલાવી હતી અને ત્યારપછી તેની હત્યા કરી હતી.

(10:19 am IST)