Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

દિવાળી સુધી સોનાની કિંમત ૩૪,૦૦૦ સુધી પહોંચી શકે

ડોલર સામે રૂપિયો નબળો પડતા અસર થઇ : ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિની પણ કિંમત પર અસર

મુંબઈ,તા. ૧૦ : સોનાની કિંમતમાં દિવાળી સુધીમાં ૩૪૦૦૦ સુધી ભાવ પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે. ડોલરની સામે રૂપિયો નબળો પડતા અને ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિના પરિણામ સ્વરુપે દિવાળી દરમિયાન સોનાના ભાવ ૩૪૦૦૦ સુધી પહોંચી શકે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સ્થાનિક માર્કેટમાં દિવાળી સુધી પ્રતિ ૧૦ ગ્રામ ૩૦૦૦૦થી ૩૪૦૦૦ સુધીનો ભાવ રહી શકે છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાની કિંમત ૧૨૬૦-૧૪૦૦ ડોલર પ્રતિ ઓંસ રહી શકે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, રેટમાં વધારાની કોઇ અસર હાલમાં દેખાઈ રહી નથી. ભારતમાં આઠમી જૂનના દિવસે સોનાની કિંમત પ્રતિ૧૦ ગ્રામ ૩૧૦૧૦ રહી હતી જ્યારે ન્યુયોર્કમાં ૧૩૦૨.૭૦ ડોલર ઓંસ રહી હતી. વૈશ્વિક આધાર પર સોનાની કિંમત સ્થાનિક બજાર ઉપર પણ અસર કરી રહી છે. કોમોડિટી એન્ડ કરન્સી મેનેજિંગ ડિરેક્ટર પૃથ્વી રાઠીનું કહેવું છે કે, દિવાળી સુધી સોનાની કિંમત ૩૧૫૦૦થી ૩૧૮૦૦ની રેંજમાં રહી શકે છે. લાંબાગાળે સોનાની કિંમતમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સોનાની કિંમતમાં ફરી એકવાર વધારો થવાના સંકે દેખાતા શેરબજારની સરખામણીમાં સોનામાં ફરી જંગી રોકાણ કરવાના મૂડમાં કારોબારીઓ દેખાઈ રહ્યા છે. આગામી દિવસોમાં સોનાની કિંમત રોકેટગતિથી વધી શકે છે. ડોલર સામે રૂપિયાની કિંમતમાં ઘટાડો થઇ રહ્યો છે. આ ઉપરાંત ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે હાલમાં જે પ્રકારની રાજકીય સ્થિતિ રહેલી છે તેને લઇને પણ સોનાના કારોબારીઓ નજર રાખી રહ્યા છે. સિંગાપોરમાં ૧૨મીના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે શિખર મંત્રણાની અસર સોના પર થશે.

(12:00 am IST)