Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ભારતના IT મંત્રાલયે ડેટા શેરિંગ મામલે ફેસબુક પાસેથી માંગ્યો જવાબ

નવી દિલ્હી :આઇટી મંત્રાલયે પોતાના ગ્રાહકોની જાણકારી મોબાઇલ બનાવતી કંપની સાથે શેર કરવાના મુદ્દે ફેસબુક પાસે 20 જૂન સુધી જવાબ માંગ્યો છે. ફેસબુક ઉપર આરોપ છે કે તેણે પોતાના ગ્રાહકોની ખાનગી જાણકારી એપલ, સેમસંગ, માઇક્રોસોફ્ટ, એમેઝોન અને બ્લેકબેરી જેવી કંપનીઓને આપી છે. આ અંગે ફેસબુક પાસેથી આઇટી મંત્રાલયે સ્પષ્ટતા માંગી છે.

(8:39 am IST)