Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

બિહારમાં પપ્પુ યાદવની ધરપકડ કર્યા બાદ તણાવભરી સ્થિતિ:પોલીસ કાફલા પર હુમલો

હાજીપુર નેશનલ હાઇવે પર પોલીસના કાફલાને રોકીને પપ્પુ યાદવના કાર્યકરોએ તોડપોડ કરીને પોલીસ પર હુમલો કર્યો

બિહારમાં પપ્પુ યાદવની ધરપકડ કર્યા બાદ તનાવભરી સ્થિતિ બની છે. યાદવની ધરપકડ પછી તેમને પટનાથી લઇને મધેપુરા લઇને પોલીસ નીકળી હતી .જન અધિકારી પાર્ટીના પપ્પુ યાદવને જયારે પોલીસ લઇ જતી હતી ત્યારે પોલીસના કાફલાને નેશનલ હાઇવે પર તેમની પાર્ટીના કાર્યકરોએ રોકીને પોલીસ પર હુમલો કર્યો હતો જેથી પરિસ્થિતિ વધુ વણસી હતી.

હાજીપુર નેશનલ હાઇવે પર પોલીસના કાફલાને રોકીને પપ્પુ યાદવના કાર્યકરોએ તોડપોડ કરીને પોલીસ પર હુમલો કર્યો હતો પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો .હાઇવે પર પોલીસની ગાડીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરતું પોલીસ પપ્પુ યાદવને લઇને નીકળી ગઇ હતી.બિહારમાં તેમના સમર્થકો ઠેર ઠેર હંગામો કરી રહ્યા છે જેના લીધે પરિસ્થિતિ વધુ પેચીદી બની છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે સવારે પૂર્વ સાંસદ પપ્પુ યાદવની પોલીસે ધરપકડ કરી હતી આની જાણકારી પપ્પુ યાદવે ટવીટના માધ્યમથી આપી હતી અને મુખ્યમંત્રી નીતિશ કુમારને સંભોધતા કહ્યું કે મને ફાંસી આપી દો કે જેલ મોકલી દો પરતું હું સત્ય માટે લડીશ.

(12:25 am IST)