Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

પાક. વિદેશ મંત્રીએ ભારત તરફી નિવેદનમાં ફેરવી તોડ્યું

૩૭૦મી કલમ રદ કરવા બાબતે નિવેદન આપ્યું હતું : જમ્મુ કાશ્મીર ભારતનો આંતરિક મામલો નથી પણ એક આંતરરાષ્ટ્રીય વિવાદ છે : વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશી

નવી દિલ્હી, તા. ૧૧ : જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ તાજેતરમાં કહ્યુ હતુ કે, ભારતનો આંતરિક મામલો છે.

જોકે આવુ નિવેદન આપ્યા પછી વિરોધ પક્ષોએ તેમના પર માછલા ધોવાનુ શરુ કરી દીધુ હતુ.જેના કારણે બરાબર ફસાયેલા કુરેશીએ હવે ફેરવી તોળ્યુ છે.તેમણે કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીર ભારતનો આંતરિક મામલો નથી પણ એક આંતરરાષ્ટ્રીય વિવાદ છે.હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે, વિવાદ યુએનમાં આંતરારાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત વિવાદ છે.તેના પર અંતિમ નિર્ણય મુક્ત અને નિષ્પક્ષ જનમત બાદ લેવાશે.

ઉલ્લેખનીય છે કે, એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં અગાઉ કુરૈશીએ કહ્યુ હતુ કે, કલમ ૩૭૦ ભારતનો આંતરિક મામલો છે. ક્લીપ સોશિયલ મીડિયા પર ખાસી વાયરલ થઈ રહી હતી.જેમાં કુરેશી કહી રહ્યા હતા કે, કલમ ૩૭૦ હટાવવા સાથે પાકિસ્તાનને કોઈ લેવા દેવા નથી. મામલો ભારતની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને કાશ્મીર મુદ્દાનો ઉકેલ વાતચીતથી આવશે.કારણકે યુધ્ધ માટે વિચાર કરવો પણ આત્મઘાતી પગલુ સાબિત થઈ શકે છે.

જોકે ટિપ્પણી બાદ પાકિસ્તાનમાં વિપક્ષી પાર્ટીઓએ કાગારોળ શરુ કરી હતી.પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ કહ્યુ હતુ કે, વિવાદ પર સરકાર સ્પષ્ટતા કરે. પછી શાહ મહેમૂદ કુરેશીએ નવુ નિવેદન આપ્યુ છે.

(8:05 pm IST)