Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

જૈવિક હથીયાર મામલે ચીનની સફાઇ અમારા ઉપરના તમામ આક્ષેપો ખોટા, અમેરીકા અમારી છાપ ખરાબ કરી રહયું છે

ચીનની પ્રયોગશાળામાં સુરક્ષાનું પુરતુ ધ્યાન રાખવામાં આવે છેઃ ચીનનું વિદેશમંત્રાલય

નવી દિલ્હીઃ કોરોના વાયરસને 'જેવીક હથિયાર' ની જેમ વિકસિત કરવાની તૈયારીમાં જોડાયેલ દસ્તાવેજ પર ચીને સફાઈ આપી છે, ચીને તમામ દાવાને ખોટા હોવાનું જણાવતા કહ્યું કે અમેરીકા અમારી છાપ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યું છે, અમેરીકી વિદેશ મંત્રાલયને ચીનના  વિજ્ઞાનીકો અને ચિકિત્સા અધિકારીઓના લખેલ દસ્તાવેજ મળ્યા છે, તે મુજબ ૨૦૧૫ માં ચીનના વિજ્ઞાની કોરોના વાઇરસ ને જેવીક હથિયારના સ્વરૂપે વિકસિત કરવાનો વિચાર કરી રહ્યા છે,

 ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા હુઆ ચનયિગ એ કહ્યું કે મેં રીપોર્ટ જોયો છે ઘણા લોકો ચીનને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ બધા આક્ષેપો ખોટા છે, તેનો ઉપયોગ ખોટી રીતે કરી રહ્યો છે,  ચીન પોતાની પ્રયોગશાળામાં સુરક્ષાનું પુરતું ધ્યાન રાખવામાં આવે છે,

 જણાવી દઇએ કે વર્ષોથી ચીન દ્વારા કોરોના વાઇરસ સમગ્ર દુનિયામાં ફેલાવાની રણનીતિ પર ઓસ્ટ્રેલીયાના મીડિયા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે, કે ચીન પાંચ વર્ષ પહેલા એટલે કે ૨૦૧૫ થી કોરોના વાઇરસ પર રીસર્ચ કરી રહ્યું હતું, જોકે તમને જાણવી દઇએ કે કોરોના વાઇરસ ક્યાંથી આવ્યો એ હજુ સાબિત નથી થયું , શરૂઆતથી ચીનના વુહાન શહેર પર આંગળી ચિંધવામાં આવી છે, ત્યરેવ અમેરિકા એ કેટલીવાર આરોપ લગાવ્યા છે કે ચીન એ જાણી જોઈને કોરોના વાઇરસને સમગ્ર દુનિયામાં ફેલાવ્યો છે.

 માનવામાં આવી રહ્યું છે કે ધ વિકેન્ડ ઓસ્ટેલિયન  એ આરોપ ચીનના એક રીસર્ચ પેપરનો આધાર બનાવીને લગાવ્યો છે, આ રીસર્ચ પેપર માં કહ્યું છે કે ચીન ૨૦૧૫થી સાર્સ વાઇરસની મદદથી જેવીક હથિયાર બનવાની કોશિશ કરી રહ્યું છે, ચીન ના આ શોધ પત્ર નું શીર્ષક છે – સાર્સ અને જેવીક હથિયાર ના રૂપમાં માનવ નિર્મિત બીજા વાઇરસની પ્રજાતિઓની અપ્રાકૃરિક ઉત્પતિ, તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્રીજા વિશ્વ યુદ્ધ મોટા મોટા હથીયારોથી નહિ લડવામાં આવે, આ યુદ્ધમાં જેવીક હથીયારનો ઉપયોગ કરવામાં આવશે જે મોટા મોટા હથીયારોથી પણ વધી ખતરનાક હશે. કોવિદ ઓસ્ટ્રેલિયા ના આ રીપોર્ટ news. com.au. માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

(3:50 pm IST)