Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ચેતજો... AB અને B બ્લડ ગ્રુપ ધરાવતા લોકો માટે કોરોના વધુ ખતરનાક

નોન-વેજીટેરિયન લોકો પણ રહે સાવધાન

નવી દિલ્હી તા. ૧૧ : કોરોના વાયરસ જયારથી અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી દુનિયાભરના વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓ તેના પર રિસર્ચ કરી રહ્યા છે. એવામાં કોરોના વાયરસને લઈને રોજે રોજ નવા સંશોધનો સામે આવતા રહે છે જેમાં આ બીમારીને લઈને જુદી જુદી જાણકારી મળે છે. તાજેતરમાં કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએસઆઈઆર) દ્વારા પણ કોરોના વાયરસને લઈને એક સર્વે કરવામાં આવ્યો અને તેને લગતી જાણકારી પ્રકાશિત કરવામાં આવી. આ સર્વેના જે તારણો સામે આવ્યા એટ મુજબ AB અબે B બ્લડ ગ્રુપના લોકો અન્ય બ્લડ ગ્રુપની સરખામણીમાં કોરોના વાયરસ સંક્રમણ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે.

સર્વે બાદ એક લેટરમાં સીએસઆઈઆરના તારણો પ્રકાશિત કરવામાં આવ્યા જેમાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાંથી લેવામાં આવેલા નમૂનાઓની તાપસ કરવામાં આવી. સ્ટડીમાં એ વાત સામે આવી છે કે ઓ બ્લડ ગ્રુપ વાળા સેમ્પલના સમૂહ કોરોના વાયરસથી સૌથી ઓછા પ્રભાવિત થયા છે. તો ઓ બ્લડ ગ્રુપવાળા લોકો જેમને કોરોના વાયરસનું સંક્રમણ હતું તેમનામાં સામાન્ય લક્ષણો જ હતા અથવા તો તેઓ એસિમ્પટોમેટિક હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફાયબર યુકત આહાર એન્ટી-ઇન્ફલેમેટરી હોય છે જે શરીરમાં સંક્રમણ બાદ ની જટિલતાઓને રોકવાની ક્ષમતા ધરાવે છે અને તે સંક્રમણ રોકવામાં પણ મદદ કરે છે. એવી શકિત માંસાહારી ભોજનમાં ઓછી હોય છે.જણાવી દઈએ કે દેશભરમાં ૧૦ હજારથી વધુ લોકોના નમુનાની તાપસ ૧૪૦ ડોકટરોના સમૂહોએ કરી છે જેના બાદ આ રિપોર્ટ સામે આવ્યો છે. સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે જે લોકોના નમૂનાઓની તપાસ કરવામાં આવી તેમનામાં કોરોના વાયરસના સૌથી વધુ સંક્રમિત નમૂના AB બ્લડ ગ્રુપના લોકો અને ત્યારાદ B બ્લડ ગ્રુપના લોકોના મળી આવ્યા જયારે ઓ બ્લડ ગ્રુપના નમૂના સૌથી ઓછા સંક્રમિત જોવા મળ્યા.

(3:48 pm IST)