Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કોરોના સંકટમાં ભારતની મદદે આવ્યું ટવીટરઃ ૧૧૦ કરોડ રૂપિયાનું કર્યું દાન

સાન ફ્રાંસીકોઃ કોરોનાની બીજી લહેર સામે લડી રહેલ ભારતને મદદ માટે માઇક્રોબ્લોગીંગ સાઇટ ટવીટરે ૧૫ મીલીયન ડોલર એટલે કે લગભગ ૧૧૦ કરોડ રૂપિયાનું દાન આપ્યુ છે. ટવીટરના સીઇઓ જેક પેટ્રીક ડોરસીએ ટવીટ કરીને આની માહિતી આપી અને એ પણ જણાવ્યુ આ નાણાં ભારત કેવી રીતે પહોંચશે.

જેક ડોરસી અનુસાર આ રકમ ત્રણ એનજીઓ care, Aid India  અને sewa International usa ને આપવામાં આવી છે. તેમાંથી  care ને ૧ કરોડ ડોલર અને બાકીની બે સંસ્થાઓને અઢી અઢી મીલીયન ડોલર આપવામાં આવ્યા છે.

ટવીટર દ્વારા જાહેર સ્ટેટમેન્ટ અનુસાર, સેવા ઇન્ટરનેશનલ એક હિન્દુ આસ્થા આધારિત એનજીઓ છે. આ સંસ્થા ઓકિસજન કોન્સન્ટ્રેટર, વેન્ટીલેટર જેવા જીવનરક્ષક સાધનો ઉપલબ્ધ કરાવશે. બધા ઉપકરણો દેશની સરકારી હોસ્પિટલો અને કોવિદ કેર સેન્ટરોમાં વહેંચવામાં આવશે. તો વૈશ્વિક ગરીબી દુર કરવા માટે સતત કામ કરતી સંસ્થા care ને અપાયેલ ફંડમાંથી કોવિદ કેર સેન્ટરો બનાવાશે ઓકિસજન, પીપીઇકીટ અને અન્ય જરૂરી સામાન સપ્લાય કરશે.

(12:52 pm IST)