Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

રાજકોટમાં આજે ૫૭ મોતઃ નવા ૧૪૫ કેસ

કુલ કેસનો આંક ૩૮,૦૩૫ એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૩૪,૭૦૧ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૧.૫૮ ટકા થયોઃ સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૫૫ પૈકી ૫ કોવિડ ડેથઃ હાલમાં ૩૬૪૩ દર્દીઓ સારવાર હેઠળઃ સરકારી-ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ૧૮૬૦ બેડ ખાલી

રાજકોટ તા. ૧૧: શહેર-જીલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૫૭ નાં મૃત્યુ થયા છે. શહેરમાં બપોર સુધીમાં ૧૪૫ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૦નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧૧નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૫૭ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૫૫ પૈકી ૫ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૮૬૦ બેડ ખાલી છે.

નોંધનીય છે કે શહેરમાં કોરોનાનું  સંક્રમણ વધતા શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

બપોર સુધીમાં કોરોનાના ૧૪૫ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૪૫ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૩૮,૦૩૫ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૩૪,૭૦૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૫,૮૧૪ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૧૯  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૫.૪૯ ટકા થયો  હતો. જયારે ૫૫૬ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૧૦,૬૬,૪૬૦ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૮,૦૩૫ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૫.૪૯ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૩૦૧૬  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:00 pm IST)