Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ઇઝરાયલ - પેલેસ્ટાઇન અથડામણ

હમાસે યરુશલમ પર ૭ રોકેટ દાગ્યા : ઇઝરાયલની એર સ્ટ્રાઇક : ૨૦ના મોત

નવી દિલ્હી તા. ૧૧ : ઇઝરાયલ અને ફિલિસ્તાનનીઅથડામણમાં મોડી રાતે ખૂની ખેલ સર્જાયો હતો. ફિલિસ્તાનના સંગઠન હમાસેતેમના કબ્જાવાળા વિસ્તારમાં ગાજા પટ્ટીથી ઇઝરાયલના યરૂશલમપર ૭ રોકેટ દાગવામાં આવ્યા. તેમાં ઇઝરાયલનો ફકત એક સૈનિકનેઇજા પહોંચી છે.

ત્યાર બાદઇઝરાયલે જવાબી કાર્યવાહી કરી અને અંદાજે ૧૦ મિનિટમાં ગાજા પટ્ટીના અનેક વિસ્તારમાં તબાહ કરી દેવામાં આવ્યા છે.

હામાસનોદાવો છે કે ઇઝરાયલની એરસ્ટ્રાઈકમાં તેના ૨૦ લોકોના મોત થયા છે. જયારે૧૭૦થી વધુ ઘાયલ થાય છે.

આ મામલો ૨ દિવસથિચલીરહ્યો હતો. ફિલિસ્તાન કેટલાક લોકો જે અલઅકસા મસ્જિદમાંઆવ્યા હતા. તેઓએ ઇઝરાયલી સૈનિકો પર પથ્થરોથી હુમલો કર્યો હતો. આ અથડામણ રવિવારે થઇ હતી. જેમાં ૩૦૦ લોકોને ઇજા પહોંચી છે. ગઈ કાલે રાતે ફિલિસ્તાનના ગુટહમાસેયરૂશલમ પર ૭ રોકેટ દાગ્યા. ઇઝરાયલના એર ડિફેન્સ સિસ્ટમેયરૂશલમને તબાહીથીબચાવી લીધું.

આ હુમલા બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જિામન નેતન્યાહુ સામે આવ્યા. તેઓએકહ્યુ આ હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. અંદાજે એક કલાક બાદ ઇઝરાયલી એરફોર્સે હમાસના સ્ટ્રોંગ હોલ્ડ ગાજાપર એરસ્ટ્રાઇકકરી. આ દરમ્યાન૨૦ લોકોના મોટથયા છે.

(11:48 am IST)