Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ઓડિશાની જેલમાં 21 અંડર ટ્રાયલ કેદીઓ કોરોના સંક્રમિત: આઇસોલેશનમાં રખાયા

અન્ય કેદીઓને પણ કોરોના સંક્રમણનું જોખમ દર્દીઓને જરૂર જણાશે તો તેને કોવિડ કેર સેન્ટરમાં મોકલાશે

ઓડિશાનાં મયુરભંજની ઉડાલા સબ જેલમાં 21 ટ્રાયલ કેદીઓને કોરોના સંક્રમિત થયા હોવાનુ બહાર આવ્યુ છે. કેદીઓમાં કોવિડ-19 નાં લક્ષણો મળતા તેમનો ટેસ્ટ કરાયો હતો અને રિપોર્ટ આવ્યો ત્યારે સામે આવ્યુ કે, તેઓ કોરોના પોઝિટિવ છે. 21 કેદીઓને કોરોના થયા બાદ જેલ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. વળી અન્ય કેદીઓને પણ કોરોના સંક્રમણનું જોખમ છે.

 જેલ વહીવટીતંત્રએ માહિતી આપી છે કે 21 અંડર ટ્રાયલ કેદીઓ કોરોના સંક્રમિત થયા બાદ અમે તેમને અલગ કરી દીધા છે. તેમની સારવાર આઇસોલેશનમાં કરવામાં આવી રહી છે, જે દર્દીઓને જરૂર જણાશે તો તેને કોવિડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવશે. ઉડાલા એનએસીનાં એક એક્ઝિક્યુટિવ ઓફિસરએ સમગ્ર મામલામાં જણાવ્યું છે કે ઉડલાની સબ જેલમાં 21 કેદીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે જ્યાં તેમની યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. જો જરૂર હોય તો, અમે દર્દીઓ કોવિડ કેર સેન્ટરમાં મોકલીશું.

(11:47 am IST)