Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કોરોના કાળમાં યુવક કણસી - કણસીને મરી ગયોઃ કોઇએ કાંધ ન આપી તો JCB પર નીકળી યાત્રા

ગામ લોકોએ આરોગ્ય વિભાગ પર ઠાલવ્યો ગુસ્સો

છપરા તા. ૧૧ : કોરોના કાળમાં મુશ્કેલીમાં મૂકાયેલા લોકોને મદદ નથી મળી રહી. આવી જ એક તસવીર બિહારના છપરા જિલ્લાથી સામે આવી છે જયાં એક યુવકનું સારવારના અભાવે મોત થઈ ગયું. અનેક દિવસોથી યુવક વિદ્યાલયના કમ્પાઉન્ડમાં સારવાર વગર કણસી રહ્યો હતો. તેની સૂચના મળ્યા બાદ પણ આરોગ્ય વિભાગે તેની દરકાર ન કરી જેના કારણે તેનું તડપી તડપીને મોત થઈ ગયું.

મોત થતાં જ કૂતરાઓ તે યુવકના મૃતદેહને ખેંચીને ઝાડીમાં લઈ ગયા અને તેને ક્ષત-વિક્ષત કરવા લાગ્યા. તેની જાણ પૂર્વ જિલ્લા પરિષદ સભ્ય ધર્મેન્દ્ર સિંહ સમાજને મળી. તેઓએ પ્રશાસન અને આરોગ્ય વિભાગને જાણ કરી. જેની પર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે ગામ લોકોની મદદથી શબે જેસીબીની મદદથી ખાડો ખોદીને અંતિમ સંસ્કાર કરાવ્યા.મળતી માહિતી અનુસાર, પૂર્વ જિપ સભ્ય ધર્મેન્દ્ર સિંહ સમાજે ત્રણ દિવસ પહેલા પૂર્વ માંઝીના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઓમ પ્રકાશ ચૌહાણ તથા માંઝીના પ્રભારી ચિકિત્સા પદાધિકારી ડાઙ્ખ. રોહિત કુમારે ફોન કરીને સલેમપુર ઉત્ક્રમિત મધ્ય વિદ્યાલય પરિસરમાં એક અજાણી વ્યકિત કણસતી પડી હોવાની જાણ કરી હતી. આ બીમાર યુવકને ભોજન આપવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ તેણે ખાવાનું ન ખાઈ શકવાનો ઇશારો કરી ના પાડી દીધી હતી.

પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે ફરી ચિકિત્સા પદાધિકારીને ફોન કરીને એમ્બ્યુલન્સના સહારે બીમાર યુવકને સારવાર માટે પીએચસીમાં દાખલ કરવા અનુરોધ કર્યો પરંતુ સ્વાસ્થ્ય પ્રશાસને તે વાતને ગંભીરતાથી ન લીધી. અંતે શનિવાર રાત્રે યુવકનું મોત થયું. ગામ લોકોએ રવિવાર સવારે પોલીસને યુવકના મોતની જાણ કરી અને પોસ્ટમોર્ટમનો આગ્રહ કર્યો.

માનવતાને શરમમાં મૂકતી આ ઘટનાથી નારાજ ગામ લોકોએ છપરાના સિવિલ સર્જનને ફોન કરી માંઝી પીએચસી કર્મીઓ પર સંવેદનહીનતાનો આરોપ લગાવ્યો. બાદમાં પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઓમ પ્રકાશ ચૌહાણની સમજાવટથી ગામ લોકો યુવકના મૃતદેહને દફનાવવા માટે રાજી થયા. ત્યારબાદ પોલીસે જેસીબીની સહાયતાથી ક્ષત-વિક્ષત મૃતદેહની દફનવિધિ કરી. તે સમયે ધર્મેન્દ્ર સિંહ સમાજ સહિત અનેક નેતા પણ ઉપસ્થિત હતા.

(11:46 am IST)