Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

શ્રી સ્વામિનારાયણ મંદિર - મહાલક્ષ્મી, મુંબઈમાં રક્તદાન કેમ્પ યોજાયો

મણિનગર:   મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી આજે શ્રી સ્વામિનારાયણ મંદિર - મહાલક્ષ્મી, મુંબઈ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પૂજનીય સંતો, હરિભક્તો અને સેવાભાવી નગરજનોએ ઉત્સાહથી રક્તદાન કર્યું હતું. અહીં 150 બોટલ રક્ત એકઠું થયું હતું.

સાંપ્રત સમયમાં હોસ્પિટલમાં રક્તની ખૂબ અછત વર્તાઈ રહી છે, ત્યારે રક્તના અભાવે કોઈ દર્દીએ પોતાના પ્રાણ ગુમાવવા ન પડે તેવા શુભ આશય સાથે આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.  આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત સંત શિરોમણિ શ્રી દિવ્યદર્શનદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી નિત્યપ્રકાશ દાસજી સ્વામી,સંત શિરોમણિ શ્રી વિશ્વભૂષણદાસજી સ્વામી,  સંત શિરોમણિ શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી નિખિલેશ્વરદાસજી સ્વામી,વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સ્વામિનારાયણ મંદિર - મહાલક્ષ્મી, મુંબઈના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પણ ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં 800 થી વધારે બોટલ રક્ત એકઠું થયું હતું. આથી તે સમયે મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ રક્ત એકઠું કરવાનો રેકોર્ડ નોંધાયો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર - મહાલક્ષ્મી દ્વારા નિયમિત રીતે અનેકવિધિ સામાજિક, ધાર્મિક અને લોકોપયોગી કાર્યો કરવામાં આવી રહ્યાં છે.

(11:40 am IST)