Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ઓકિસજન ન મળવાના કારણે સરકારી હોસ્પિટલમાં ૧૧ દર્દીના મૃત્યુ

આંધ્રપ્રદેશના તિરૂપતિમાં એક સરકારી હોસ્પિટલની ઘટના

તિરૂપતિ,તા.૧૧: આંધ્ર પ્રદેશના તિરુપતિમાં એક સરકારી હોસ્પિટલમાં ઓકિસજનની કમીના કારણે ૧૧ દર્દીઓના મોત થયા. મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. DM એમ હરિનારાયણે કહ્યું કે ઓકિસજનની કમીથી ૧૧ દર્દીઓના મોત થયા છે. હાલ હોસ્પિટલની પાસે એક ટેન્કર ઓકિસજન છે વધુ ટેન્કર પણ જલદી પહોંચી જશે.  દર્દનાક ઘટના તિરૂપતિના રૂઈયા સરકારી હોસ્પિટલની છે. ડીએમએ ૧૧ દર્દીઓના મોતની પુષ્ટિ કરી છે. જયારે હોસ્પિટલના અધિક્ષક ડો.ભારતની જણાવ્યા મુજબ ૧૨ લોકોના મોત થયા છે. તેમના જણાવ્યા મુજબ ૯ કોરોના દર્દીઓના મોત થયા છે જયારે ૩ નોન કોવિડ દર્દીઓના મોત થયા. મોતનો આંકડો વધી પણ શકે છે.

(10:58 am IST)