Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

અમેરિકામાં હવેથી ૧૨-૧૫ વર્ષના બાળકોને અપાશે કોરોનાની વેકસીન

એફડીએએ કોરોના વાયરસની લડાઈમાં ફાઈઝર- બાયોએનટેકને ગ્રીન સિગ્નલ આપ્યું છે

ન્યુયોર્ક,તા. ૧૧: અમેરિકાના FDAએ ફાઈઝર -બાયોએનટેકની કોરોના વેકસીનને ૧૨-૧૫ વર્ષના બાળકોને માટે ઈમરજન્સી યૂઝની મંજૂરી આપી છે. FDAએ કોરોનાની લડાઈમાં તેને મહત્વનું ગણાવીને મંજૂરી આપી છે. FDAના ડો. જેનેટ વુડકોકે કહ્યું કે આ વિસ્તાર આપણને સામાન્ય સ્થિતિમાં પરત આવવામાં મદદ કરશે. તેઓએ કહ્યું કે માતા પિતા અને ગાર્ડિયન આ વાત માટે વિશ્વાસ રાખે કે એજન્સીએ તમામ પ્રાપ્ત ડેટાની સમીક્ષા કરી છે જે કોરોના વેકસીન ઈમરજન્સી ઉપયોગ વિભાગની પાસે છે. કંપનીની વેકસીન ૧૬ વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકો માટે પહેલાથી મંજૂર કરાઈ છે. કંપનીએ જાણ્યુ છે કે તેની વેકસીન નાના બાળકો પર પણ અસરકારક છે. જેના એક મહિના બાદ આ જાહેરાત કરાઈ છે. અમેરિકામાં ઓકટોબર પછી પહેલી વાર રોજના કેસ ઘટીને ૫૦૦૦૦ની નીચે આવ્યા છે. પરિવહન સુરક્ષા પ્રશાસનના અનુસાર અમેરિકી એરપોર્ટ તપાસ કેન્દ્રમાં ૧૬.૭ લોકોના ટેસ્ટ થયા છે જે ગયા વર્ષના મધ્ય- માર્ચથી વધારે છે. 

ફાઈઝરે માર્ચમાં આંકડા જાહેર કરીને કહ્યું હતું કે ૧૨-૧૫ વર્ષા ૨૨૬૦ વોલેન્ટિયર્સને વેકસીન અપાઈ હતી. ટેસ્ટના ડેટામાં જાણવા મળ્યું કે વેકસીનેશન બાદ આ બાળકોમાં કોરોના ઈન્ફેકશનના કોઈ કેસ મળ્યા નથી. તેઓએ દાવો કર્યો છે કે બાળરો પર તેમની વેકસીન ૧૦૦ ટકા અસરકારક છે. ફાઈઝરે કહ્યું કે ૧૮ વર્ષના લોકોની તુલનામાં ૧૨-૧૫ વર્ષની ઉંમરના જે બાળકોને વેકસીનનો ડોઝ અપાયો હતો તે કોરોના સંક્રમિત થયા નથી.

અમેરિકાના શીર્ષ સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડો. એન્થની ફાઉચીએ રવિવારે કહ્યું કે ભારતમાં કોરોનાના વર્તમાન સંકટથી બહાર આવવા માટે લોકોનું વેકસીનેશન એકમાત્ર સમાધાન છે. તેઓએ ઘાતક બીમારીથી લડવા માટે દ્યરેલૂ અને આંતરરાષ્ટ્રિય સ્તરે કોરોના વેકસીનના ઉત્પાદન પર પણ ભાર મૂકયો છે. તેઓએ કહ્યું કે આ મહામારીને ખતમ કરવા માટે લોકોનું વેકસીનેશન જરૂરી છે. ભારત દુનિયાનું સૌથી મોટો વેકસીન બનાવનારો દેશ છે, તેને દેશ અને દુનિયામાંથી પણ મદદ મળી રહી છે.

(10:57 am IST)