Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ઇઝરાયલ ઉપર મોટા રોકેટ અને મિસાઈલ હુમલા થયા છે : પાટનગર જેરુસલામમાં રોકેટો ઝીંકાયા : ૨૦ મોત : હમાસએ જવાબદારી સ્વીકારી છે.

જેરુસલામમાં મોટી ભાગદોડ મચી ગઇ છે. જાન માલની નુકસાની જાણવા મળતી નથી. પેલેસ્ટાઈનીઓ માટે હમાંસ આઝાદીની લડત લડી રહેલ છે. ઇઝરાઇલ સંરક્ષણ દળનું કહેવું છે કે તેના લડાકુ વિમાનોએ ઉત્તર ગાઝા પટ્ટીમાં હમાસ ટનલ પર હમણાં જ બોમ્બમારો કર્યો છે.

(9:52 am IST)
  • પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો : આજે સવારથી પેટ્રોલના ભાવમાં ૨૭ પૈસા અને ડિઝલના ભાવમાં ૩૦ પૈસાનો વધારો પ્રતિ લીટર કરવામાં આવ્યો છે. access_time 10:45 am IST

  • મળતા અહેવાલો મુજબ અમદાવાદ, ગુજરાતના ચેરિટી કમિશનરે એનજીઓ ‘વી ધ પીપલ ચેરીટેબલ ટ્રસ્ટ’ ના બેન્ક ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ NGO ના નામે ભંડોળ એકત્રિત કરી રહ્યા હતા, બાદ આ હુકમ થયો છે. એનજીઓને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. એક તપાસમાં જાણવા મળ્યું છે કે મેવાણી આ સંસ્થાના ટ્રસ્ટી નથી. ટ્રસ્ટ તરફથી જવાબ માંગવામાં આવ્યો છે કે શું મેવાણીને આવી કોઈ અપીલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા? પરંતુ રિપોર્ટ પ્રમાણે હજી સુધી NGO તરફથી કોઈ જવાબ મળ્યો નથી તેમ જાણવા મળે છે. access_time 12:18 am IST

  • તેલંગણામાં આવતીકાલથી ૧૦ દિવસનું લોકડાઉન : સવારે ૬ થી ૧૦ તમામ કામકાજ ચાલુ રાખવાની છૂટ : કોરોના વેક્સીનની ખરીદી માટે વૈશ્વિક ટેન્ડર બહાર પડાશે : તેલંગણા સરકારે આવતીકાલે તા.૧૨મી મે થી રાજયમાં ૧૦ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે : જા કે તમામ કામકાજ સવારે ૬ થી ૧૦ સુધી ચાલુ રાખવા દેવામાં આવશે : તેલંગણામાં છેલ્લા બે અઠવાડીયાથી રાત્રી કર્ફયુ અમલમાં છે : સવારે ૬ થી ૧૦ને બાદ કરતા રાજયમાં બાકીના સમય માટે સંપૂર્ણ લોકડાઉન રહેશે : તેલંગણા સરકાર જૂન મહિના પછી ૧૮ વર્ષથી ઉપરની વયનાઓ માટે રસીકરણ ડ્રાઈવ શરૂ કરશે : તેલંગણા કેબીનેટે કોવિડ-૧૯ વેક્સીન ખરીદવા માટે વૈશ્વિક ટેન્ડરો પાર પાડવાનું પણ નક્કી કર્યુ છે access_time 4:01 pm IST