Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

દેશના ૧૪ રાજ્યોને કોવેક્સિનનો જથ્થો સીધો પહોંચાડવાની શરૂઆત

વેક્સિનની અછત ટાળવા સપ્લાય ઝડપી બનાવાઈ : અન્ય રાજ્યોની વિનંતી પણ મળી, સ્ટોકની ઉપલબ્ધતાનાં આધારે તેનું વિતરણ શરૂ કરવા માટે કંપનીઓની જાહેરાત

નવી દિલ્હી, તા. ૧૦ : ભારત બાયોટેકએ હવે દેશનાં ૧૪ રાજ્યોને કોવિડ-૧૯ની વેક્સિન 'કોવેક્સિન' નો પુરવઠો મે મહિનાથી થરૂ કરી દીધી છે. હૈદરાબાદ સ્થિત કંપનીએ કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી ફાળવણીનાં આધારે પુરવઠો આપવાનું શરૂ કરી દીધું છે.

ભારત બાયોટેકએ એક મે ૨૦૨૧થી ભારત સરકાર દ્વારા કરાયેલી ફાળવવણીનાં આધારે પર આ રાજ્ય સરકારને 'કોવેક્સિન' નો સીધો પુરવઠો આપવાનું શરૂ કર્યું છે, અન્ય રાજ્યોની વિનંતીઓ પણ મળી છે, અને અને અમે સ્ટોકની ઉપલબ્ધતાનાં આધારે તેનું વિતરણ શરૂ કરીશું.

કંપની આ સમયે આંધ્ર પ્રદેશ, આસામ, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ અને કાશ્મિર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓડિસા, તમિલનાડુ,  તેલંગાણા, ઉત્તમ પ્રદેશ, અને પશ્ચિમ બંગાળને વેક્સિનનો પુરવઠો પહોંચાડી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ૩૯ એપ્રિલએ કંપનીએ રાજ્યોમાં 'ર્ઝ્રદૃટ્ઠટૈહ' ની કિંમત ઘટાડીને ૪૦૦ રૂપિયા પ્રતિ ડોઝ કરી દીધી છે, આ પહેલા આ કિંમત ૬૦૦ રૂપિયા પ્રતિ ડોઝ નક્કી કરવામાં આવી હતી, જો કે વેક્સિનની કિંમત અંગે ઘણી ટીકા થયા બાદ કંપનીએ તેની કિંમતો ઘટાડી હતી, ભારત બાયોટેક ભારત સરકારને ૧૫૦ રૂપિયા પ્રતિ ડોઝનાં હિસાબથી 'ર્ઝ્રદૃટ્ઠટૈહ'ની સપ્લાય કરી રહી છે.

(12:00 am IST)