Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

કાબુલમાં શ્રેણીબઘ્ધ બૉમ્બ વિસ્ફોટ : પીડી -3 વિસ્તારના તાહીયા મસ્કાનમાં એક પછી એક ચાર બૉમ્બ બ્લાસ્ટ

નવી દિલ્હી:અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં  ચાર બૉમ્બ બ્લાસ્ટ થયા છે  પીડી-4 વિસ્તારના તાહિયા મસકનમાં એક પછી એક બૉમ્બ વિસ્ફોટ થયા છે. જાનહાનિ વિશે કોઇ માહિતી હજુ સુધી મળી નથી.

 આ પહેલા 11 ફેબ્રુઆરી, 2020ના રોજ કાબુલના પીડી-5 સ્થિત માર્શલ ફહીમ મિલેટ્રી એકેડમી પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલો એ સમયે થયો હતો જ્યારે કર્મચારી અને કેડેટ એકેડમીમાં જઇ રહ્યા હતા. આ હુમલામાં 5 મિલેટ્રી જવાન અને બે સ્થાનિક લોકોના મૃત્યુ થયા હતા અને કેટલાય લોકોને ઇજા થવા પામી હતી.

ગત વર્ષે સપ્ટેમ્બરમાં પણ કાબુલમાં આત્મઘાતી હુમલો થયો હતો. પીડી-9 સ્થિત મિનિસ્ટરી ઑફ ડિફેન્સ બિલ્ડિંગ પાસે એક સુસાઇડ અટેક કરવામાં આવ્યો હતો. જેમાં 22 લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે 38 લોકોને ઇજા પહોંચી હતી. આ હુમલાની જવાબદારી તાલીબાને લીધી હતી.

(12:36 pm IST)