Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

મહાભારત યુધ્ધ

કૌરવોના વિનાશ સમયે બે ગ્રહણો વચ્ચે ૧૩ દિવસ હતાં! કોરોના સમયે પણ આવું જ

૧ મહિનામાં થનારા ત્રણ ગ્રહણ મહાસંહારની યાદ અપાવશેઃ ૫૦૦૦ વર્ષ પહેલા પણ ૩ ગ્રહણ ૧ મહિનામાં હતાં

નવી દિલ્હી, તા.૧૧: વિક્રમ સંવત ૨૦૭૬માં કુલ છ ગ્રહણ થશે. આ છમાંથી ત્રણ ગ્રહણ એક જ મહિનામાં થઈ રહ્યાં છે. ખગોળશાસ્ત્રી ધનંજય રાવલે વેબીનારમાં જણાવ્યું હતું કે એક મહિનામાં ત્રણ ગ્રહણ મહાભારત કાળમાં થયા ત્યારે મહાંસહાર થયો હતો. ત્યારે કૌરવોને કારણે વિનાશ થયો અને આ વર્ષે કોરોનાને કારણે વિનાશ થઈ રહ્યો છે. આ ઉલ્લેખ મહાભારત કથાના અનુશાસન પર્વ અને ભીષ્મ પર્વમાં ઉલ્લેખ છે. જેમાં કર્ણે બે ગ્રહણ જોયા અને ત્યારબાદ ત્રીજા ગ્રહણનો ભગવાન વેદવ્યાસે ઉલ્લેખ કર્યો હતો. આ બંનેમાં સામ્યતા એ છે કે એ ગ્રહણ પણ કુરૂક્ષત્રમાં થયેલું અને આ ગ્રહણ પણ કુરૂક્ષેત્રમાં થઈ રહ્યું હોવાથી વિશેષ છે.

એ સમયે પણ માનવ સંહાર થયો અને આ વર્ષે પણ માનવસંહાર થઈ રહ્યો છે. આ વર્ષે મિથુન રાશિમાં ગ્રહણ થઈ રહ્યું છે અને વાયરસની રાશિ પણ મિથુન છે. અગાઉ ૧૯૯૮માં આવા જ ત્રણ ગ્રહણ ૮ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બરમાં ૩૦ દિવસમાં થયા હતા, પરંતુ ભારતમાં દેખાયા ન હતા. આજથી પાંચ હજાર વર્ષ પહેલા મહાભારતના યુદ્ઘ સમયે ત્રણ ગ્રહણ મહિનામાં થયા હતા અને બે ગ્રહણ વચ્ચે ૧૩ દિવસનો સમય હતો, જે જવલ્લે જ આવે છે.

આ વર્ષે પણ બે ગ્રહણ વચ્ચે તેર દિવસ છે. પ્રાચીન સંહિતા પ્રમાણે હાડકાનો ઢગલો થશે. જે વિદેશોમાં થઈ ચૂકયો છે.આ વર્ષે ચાર ગ્રહો ૧૮થી ૨૫ જૂન દરમિયાન વક્રી છે. ૫ જૂન, ૨૧ જૂન અને ૫ જુલાઈએ ગ્રહણો છે. જેમાં ૨૧મીએ સૂર્યગ્રહણ મિથુન રાશિમાં થવાનું છે. આ ગ્રહણ કુરૂક્ષેત્રમાં સૌથી વધારે સમય રહેશે. ત્યારબાદ શનિ અને મંગળ સપ્ટેમ્બરમાં પોતાની સ્વરાશિમાં વક્રી થતાં ફરી બીજો રાઉન્ડ આવશે. બાદમાં નવસર્જનની ક્રિયા શરૂ થશે.

(11:43 am IST)