Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

લોકડાઉન : શેવર્સ, ટ્રિમર્સ, હેર કલરનું જોરદાર વેચાણ

ઓનલાઈનમાં વેચાણ વધારો થયો

નવી દિલ્હી, તા.૧૧ : કોરોના વાઇરસને કારણે સતત લંબાઈ રહેલા લોકડાઉનથી ભારતીયોને જાતે જ સુંદરતાની સંભાળ લેવાની ફરજ પડી છે. લોકો ગ્રીન અને ઓરેન્જ ઝોન્સમાં પણ પાર્લરમાં જતાં ગભરાઈ રહ્યા છે. ફ્લિપકાર્ટ, પેટીએમ મોલ, બિગબાસ્કેટ અને સ્નેપડીલ સહિતની જાણીતી ઇ-કોમર્સ સાઇટ્સ પર મહિલાઓ માટેના હેર કલર, એપિલેટર્સ સહિતની પ્રોડક્ટ્સની માંગમાં વધારો થયો છે. પુરુષો હેર ટ્રિમર્સ અને શેવર્સનો ઓર્ડર કરી રહ્યા છે.

          ભારતમાં લોકડાઉન ત્રીજા તબક્કામાં પ્રવેશ્યું છે ત્યારે એપિલેટર્સ અને ટ્રિમર્સ ચપોચપ વેચાઈ રહ્યાં છે. ઇ-કોમર્સ કંપનીઓ પાસે તેનો સ્ટોક બિલકુલ ખાલી છે. જોકે, એપ્રિલના અંતે ઇ-ટેલર્સે આ પ્રોડક્ટ્સને જીવનજરૂરી ચીજોની કેટેગરીમાં મૂકી હતી. ઉદાહરણ તરીકે, દિલ્હીમાં રહેતાં ૩૦ વર્ષની વયનાં દંપતી અન્વિતા અને કુણાલ દર મહિનાની જેમ આ વખતે બ્યૂટી પાર્લરની મુલાકાત લઈ શક્યાં ન હતાં.

(9:16 am IST)