Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ પ્રિયંકા ગાંધી વાઢેરા હવે વારાણસીમાં રોડ શો યોજશે

૧૫મી મેના દિવસે રોડ શોનું આયોજન કરાયું : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીમાં પક્ષોના નેતા પહોચ્યા

વારાણસી, તા. ૧૧ : લોકસભા ચૂંટણીના અંતિમ અને સાતમાં તબક્કા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસી રાજકીય પક્ષો માટે કેન્દ્ર બની ગયું છે. મતદાનથી પહેલા તમામ પક્ષોના સ્ટાર પ્રચારક અને નેતાઓએ વારાણસીમાં જવાની તૈયારી કરી છે. આજ ક્રમમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ૧૫મી મેના દિવસે વારાણસી પહોંચશે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી મહાગઠબંધનની મહારેલી પહેલા પ્રિયંકા માટે રોડ શો યોજવામાં આવશે. રોડ શોમાં રુટ એજ રાખવામાં આવશે જેનાથી વડાપ્રધાને રોડ શો યોજ્યો હતો. સાતમાં તબક્કામાં વારાણસી સહિત પુર્વોચ્ચલ અને બિહારની મોટાભાગની સીટો પર મતદાન યોજનાર છે. મોદીની પૂર્વોચ્ચલમાં સભાઓ શરૂ થઈ ચુકી છે. ગઠબંધનના લોકો દ્વારા પણ ૧૬મી મેના દિવસે વારાણસીમાં રેલી યોજવામાં આવશે. આ જ ક્રમમાં પ્રિયંકા ગાંધી પણ વારાણસીમાં રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કરશે. પ્રિયંકા વાઢેરા સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા રોડ શો માલવીય પ્રતિમા સાથે શરૂ થઈને ગોદોલિયા ચાર રસ્તા સુધ જશે. ત્યારબાદ જુનીકાશી મારફતે પસાર થશે. જે માર્ગ ઉપર રોડ શો થશે તે માર્ગ ઉપર મોટી સંખ્યામાં યાદવ, મુસ્લિમો અને અન્ય જાતિના લોકો રહે છે અને આ વિસ્તારમાં કારોબાર કરે છે. નામાકનથી પહેલા મોદીએ રોડ શો યોજીના શક્તિ પ્રદર્શન કર્યું હતું. મોદીની સરખામણીમાં પ્રિયંકાના રોડ શોમાં વધારે વિસ્તારોને આવરી લેવામાં આવશે. આશરે ચાર કિલોમીટર વધારે રહેશે. કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા જોરદાર તૈયાર આને લઈને કરવામાં આવી છે. મળેલી માહિતી મુજબ પ્રિયંકાના રોડ શોને સફળ બનાવવા આયોજન કરવામાં આવ્યું છે.

(9:18 pm IST)