Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

''બેરી ગોલ્ડવોટર સ્કોલરશીપ'': યુ.એસ.માં સાયન્સ ક્ષેત્રે સંશોધનો માટે અપાતી સ્કોલરશીપઃ ૨૦૧૯ની સાલ માટે પસંદ કરાયેલા ૪૯૬ સ્કોલર્સમાં સ્થાન મેળવતા એક ડઝન જેટલા ઇન્ડિયન અમેરિકન અન્ડગ્રેજ્યુએટ સ્ટુડન્ટસ

વોશીંગ્ટનઃ યુ.એસ.માં બેરી ગોલ્ડ વોટર સ્કોલપરશીપ એન્ડ એક્ષલન્શ ઇન એજ્યુકેશન ફાઉન્ડેશનએ ૨૦૧૯ની સાલ માટે જાહેર કરેલ ગોલ્ડવોટર સ્કોલર્સની યાદીમાં એક ડઝન જેટલા ઇન્ડિયન અમેરિકન અન્ડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટસએ સ્થાન મેળવ્યું છે.

સાયન્સ ક્ષેત્રે જેમણે સંશોધનો માટે રસ લીધો છે તેવા ૪૯૬ સ્કોલર્સમાં સ્થાન મેળવનાર ઇન્ડિયન અમેરિકન સ્કોલર્સમાં ગોકુલ ગોવરી, માયા વર્મા, સહજ ગર્ગ, ભાવિશ દીનાકર, અંશુલ એડવે, અમરિક કેંગ, સૌરભ કુમાર, રાહુલ નાગવેકર, યાસ્મીન મેન, શ્વેથા મુદલેગૂન્ડી, શેરી સરકાર,નિથેયા શ્રી રમેશ, નિખિલ પંડિત, સહિતનાઓનો સમાવેશ થાય છે.

(9:07 pm IST)