Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

અભિનેતા અરૂણ બક્ષીએ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહની ઉપસ્થિતિમાં કેસરિયો ખેસ ધારણ કર્યો

અરૂણ બક્ષીએ ૧૦૦થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું: પ્લેબેક સિંગર તરીકે ૨૯૮ ગીત પણ ગાયા

નવી દિલ્હી :અભિનેતા અરૂણ બક્ષી છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

  તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા પર ગીત લોન્ચ કર્યું હતું. જેમાં તેમણે વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસની આકરી ટિકા કરી હતી. આ ગીતના માધ્યમ દ્વારા તેણે મહાગઠબંધનના ટોચના નેતાઓ અને તેમના દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારને દેશની સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો હતો.

પંજાબના લુધિયાણામાં જન્મેલા અરૂણ બક્ષીએ આર્ય કોલેજ, લુધિયાણાથી ગ્રેજ્યુએશન કર્યું છે. ઉપરાંત પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પણ કામ કર્યું છે. અરૂણ બક્ષીએ ૧૦૦થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે અને પ્લેબેક સિંગર તરીકે ૨૯૮ ગીત પણ ગાયા છે. પંજાબી અને ભોજપુરી સિનેમામાં પણ તેમણે કામ કર્યું છે. બીઆર ચોપડાની જાણીતી સીરિયલ મહાભારતમાં પણ તેમણે રોલ કર્યો છે.

(8:59 pm IST)