Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

સંયુક્ત રાષ્ટ્ર સંઘે બૉલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝાને બનાવી ખાસ દૂત ;વિશ્વની આઠ હસ્તીઓની પસંદગી

જળવાયુ પરિવર્તન પર પેરિસ સમજૂતીને પ્રચાર કરવાની જવાબદારી

સંયુક્ત રાષ્ટ્રએ બોલિવુડ અભિનેત્રી દીયા મિર્ઝાને પોતાની ખાસ દૂત બનાવી છે. તમને જણાવી દઈએ કે આ કામ માટે દુનિયાની 18 જાણીતી હસ્તીઓને પસંદ કરવામાં આવી છે. જેમાંથી એક દીયા મિર્ઝા છે. દીયાએ ટ્વીટ દ્વારા આની માહિતી આપી હતી

 . તેણે લખ્યુ કે - 'સંયુક્ત રાષ્ટ્રમાં સતત વિકાસ લક્ષ્‍યોના મહાસચિવ રૂપે નિયુક્ત થવુ એક સમ્માન અને વિશેષાધિકારની વાત છે ચૂંટાયેલા લોકોમાં ચીનના મોટા ઉદ્યોગપતિ અને અલી બાબા કંપનીના પ્રમુખ જૈક મા પણ શામેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે  ખાસ ડિપ્લોમેટને જળવાયુ પરિવર્તન પર પેરિસ સમજૂતીને પ્રચાર કરવાની જવાબદારી આપવામાં આવી છે. આ બધા ડિપ્લોમેટને યુએનના મહાસચિવ એનટોનિયો ગુટરેસે નિયુક્ત કર્યા છે.

 દીયા મિર્ઝા સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં સદભાવના દૂત રૂપે પહેલા પણ યુએન સાથે જોડાઈ છે. હવે આ નવી જવાબદારી મળવાથી તે ઘણી ખુશ છે. તમને જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્રએ 2015માં આ મુદ્દાઓ માટે સતત વિકાસ લક્ષ્‍ય નિર્ધારિત કર્યા હતા. સાથે આ લક્ષ્‍યને 2030 સુધી પૂરા કરવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.

(3:35 pm IST)