Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

હેલીકૉપટરમાં અમુક ખરાબી સર્જાતા રાહુલ ગાંધી ખુદ પાયલોટને રીપેરીંગ કરવામાં મદદે પહોંચ્યા

દરવાજાનું રબર નીકળી ગયું હતું, જેનાથી દરવાજાને બંધ કરવામાં તકલીફ પડી

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છઠ્ઠા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે હિમાચલ પ્રદેશના ઉના પહોંચ્યા હતા. ઉનાના સલોહ ગ્રાઉન્ડમાં તેમના હેલિકોપ્ટરમાં અમુક ખરાબ આવી હતી. જે બાદમાં રાહુલ ગાંધી જાતે પાયલટ પાસે પહોંચી ગયા હતા અને દરવાજો પકડી લીધો હતો, જેનાથી પાયલટ તેને સરખો કરી શકે. હેલિકોપ્ટરના દરવાજાનું રબર નીકળી ગયું હતું, જેનાથી દરવાજાને બંધ કરવામાં તકલીફ પડી રહી હતી. પાયલટની સાથે રાહુલે પોતે વિમાનનો દરવાજો બંધ કર્યો હતો. જે બાદમાં પાયલટે તેમને બેસવાનો આગ્રહ કર્યો હતો.

  હિમાચલ પ્રદેશ ખાતે રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર લેન્ડ થયા બાદ પાયલટે જણાવ્યું કે તેમના વિમાનના દરવાજામાં કંઈક સમસ્યા આવી છે. જે બાદમાં વિમાનના પાયલટ્સ દરવાજો રિપેર કરવાના કામે લાગ્યા હતા. પાયલટ દરવાજાનું રિપેરિંગ કરી રહ્યા હતા એટલામાં રાહુલ ગાંધી પણ તેમની મદદે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની ટીમને કોઈ સભ્યએ ફેસબુક લાઇવ શરૂ કરી દીધું હતું

(1:35 pm IST)