Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

સુપ્રિમની ઉપરવટ જતું આવકવેરા વિભાગ

સુપ્રીમે ૩૦ સપ્ટેમ્બર નકકી કરી પરંતુ IT એ એક એપ્રિલ જ રાખી

મુંબઇ, તા.૧૧: આઇટીમાં પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની મુદત ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ રાખવામાં આવી હોવા છતાં હાલમાં રિટર્ન ભરતી વખતે પાનકાર્ડ સાથે ફરજીયાત આધારકાર્ડ લિંક કર્યા વિના આગળ કાર્યવાહી જ થઇ શકાતી નથી. જેથી સુપ્રીમ કોર્ટના આદેશની ઉપરવટ ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની ફરિયાદ ઊઠી છે.પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાના મુદે સુપ્રીમકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી. તેમાં સુપ્રીમ કોર્ટ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં પાનકાર્ડ સાથે આધારકાર્ડ ફરજીયાત લિંક કરવા માટેની મુદત નકકી કરી છે, જેથી એક એપ્રિલ ૨૦૧૯ પહેલા આધારકાર્ડ લિંક કર્યા વિના પણ ઇન્કમટેકસ વિભાગમાં રિટર્ન સહિતની કામગીરી કરી શકાતી હતી, પરંતુ એક એપ્રિલ ૨૦૧૯ બાદ પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કર્યા વિના રિટર્ન ભરી શકાતું જ નથી, જયારે સુપ્રીમ કોર્ટ દ્વારા ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીની મુદત આપી હોવા છતાં ઇન્કમટેકસ વિભાગ દ્વારા પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કર્યા વિના કાર્યવાહી જ નહીં થઇ શકે તે પ્રમાણેની વ્યવસ્થા એક એપ્રિલ ૨૦૧૯થી જ કરી દીધી છે. તેમાં આધારકાર્ડ લિંક નહીં કરાવ્યો હોય તો સામાન્ય કરદાતાએ ફરજીયાત આધારકાર્ડ લિંક કરવાની સ્થિતિ ઊભી થઇ છે.

(11:34 am IST)