Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

'ફાની' વાવાઝોડાથી ઓડિશાને ૫૦,૦૦૦ કરોડનું નુકસાન

૪૧ના મોત : ૧૪ જિલ્લાઓના દોઢ કરોડ લોકોને અસરઃ ૫ લાખ મકાનો અને ૬૭૦૦ હોસ્પિટલોને નુકસાન

પુરી તા. ૧૧ : ઓડિશામાં તાજેતરમાં ફુંકાયેલા 'ફાની' વાવાઝોડાએ મોટાપાયે નુકસાન સર્જયું છે. સરકારી અનુમાન મુજબ ૫૦,૦૦૦ કરોડનું નુકસાન થયું છે.

વાવાઝોડાને કારણે ૫ લાખ મકાનો, ૩૪ લાખ પશુઓ અને ૬૭૦૦ હોસ્પિટલોને નુકસાન થયું છે.

સરકારે નુકસાનીના અંદાજ મેળવવાનું શરૂ કર્યું છે જેના આંકડા ચિંતાજનક છે. રાજ્યમાં ૪૧ લોકોના મોત થયા છે. ૧૪ જિલ્લાના દોઢ કરોડ લોકોને અસર થવા પામી છે.

પાટનગર ભુવનેશ્વર અને પુરી જિલ્લાઓમાં વિજળી નથી હજુ ફૂડ સપ્લાય પણ ઠીકઠાક થઇ નથી.

ભોજનની ચોરીના બનાવો પણ નોંધાયા છે.

(11:30 am IST)