Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

હવે કેબલ ઓપરેટર્સની મનમાની નહીં ચાલે : ડિસેમ્બર સુધીમાં મળશે પોર્ટેબિલિટીની સુવિધા

ટ્રાઇએ આપ્યા ટીવી ગ્રાહકોને સારા સમાચાર

નવી દિલ્હી તા. ૧૧ : જો બધુજ યોગ્ય રીતે ચાલી રહ્યું હોય તો આવનારા દિવસોમાં ટીવી ગ્રાહકોને એક મોટી ખુશખબરી મળી શકે છે. જોકે કેબલ ઓપરેટર્સની નિગરાની કરતી સંસ્થા ટ્રાઇએ આ વાતના સંકેત આપ્યા છે કે આ વર્ષના અંત સુધીમાં ટીવી સેટઅપ બોકસની પોર્ટેબિલિટીની સુવિધા આપવામાં આવશે. ટ્રાઇએ જણાવ્યું કે તેના માટે દરેક વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યા છે.

જો સેટઅપ બોકસની પોર્ટેબિલિટીની સુવિધા મળે છે તો ટીવી ગ્રાહકો માટે મોટી ખુશખબરી હશે. જોકે વર્તમાન વ્યવસ્થા હેઠળ સેટઅપ બોકસ ગ્રાહક કોઈ ટીવી ડીટીએચ ઓપરેટર્સની સર્વિસ લીધા બાદ કંપની સાથે બંધાય જાય છે. કારણકે દરેક કંપનીનું સેટઅપ બોકસ અલગ હોય છે.

જો કોઈ એક તેમનું ડીટીએચ ઓપરેટર બદલવા પણ માંગે છે તો તેને તે કંપનીનું સેટઅપ બોકસ ખરીદવા માટે સારા એવી રકમ ખર્ચવી પડે છે. આ ઉપરાંત જૂનું સેટઅપ બોકસ બેકાર થઇ જાય છે અને ઇલેકટ્રોનિક કચરો બની જાય છે. ટ્રાઈએ કહ્યું કે બજારને વધારે પ્રોત્સાહન આપવા અને પ્રતિસ્પર્ધી બનાવા તેમજ ગ્રાહકોને વધુ વિકલ્પ ઉપલબ્ધ કારકવાની દિશામાં સેટઅપ બોકસની પોર્ટેબિલિટીનો મુદ્દો ખુબજ મહત્વનો છે. એ જ કારણ છે કે સેટઅપ બોકસની પોર્ટેબિલિટી ને લાગુ કરવા માટે વિકલ્પ શોધવાના લક્ષ્યને એક કાર્યશાળાનું અયોજન કરવામાં આવ્યું હતું.

એવામાં હવે આશા રાખવામા આવી રહી છે કે ડિસેમ્બર સુધી સેટઅપ બોકસની પોર્ટેબિલિટીની સુવિધા મળી જશે. એવું થવા પર કેબલ ઓપરેટર્સની સુવિધા લઇ રહેલા ગ્રાહક તેમની મરજીથી નિર્ણય કરી શકશે.

(11:24 am IST)