Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

પક્ષ પલટુઓ અને કસમયના ગઠબંધનની આ વખતે છે પરિક્ષા

કટ્ટર વિરોધી પક્ષો અસ્તિત્વ બચાવવા થયા છે એક

નવી દિલ્હી તા. ૧૧ :.. લોકસભાની આ ચૂંટણી ઘણી રીતે મહત્વ પૂર્ણ છે. આ વખતે નવા રાજકીય ગઠબંધનોની પણ સખ્ત પરીક્ષા થશે જેમણે છાવણી બદલીને અથવા પોતાની નીતિઓથી વિરૂધ્ધ જોડાણ કર્યા છે. આમાં ઉત્તર પ્રદેશનું સપા-બસપા ગઠબંધન પણ સામેલ છે, જેના પર આખા દેશની નજર છે. તેને સફળતા-નિષ્ફળતા ભાવી રાજકારણ પર બહુ અસર ઉભી કરશે.

લગભગ ત્રણ દાયકા પહેલા રાષ્ટ્રીય પક્ષોને સ્પષ્ટ બહુમતી ન મળતા ગઠબંધનનું રાજકારણ શરૂ થયું. સ્થાનીક પક્ષો મજબુત થયા અને તેઓ રાષ્ટ્રીય પક્ષોની સાથે ગઠબંધનના ભાગીદાર બન્યા.

રાષ્ટ્રીય સ્તરે એનડીએ અને યુપીએ બે મોટા ગઠબંધન આજે પણ ચાલી રહ્યા છે અને છેલ્લા કેટલાક દાયકાઓથી રાજકારણ તેની આજુબાજુ જ ફર રહ્યું છે. આ દરમ્યાન કેટલીક ગઠબંધન સરકાર સફળ રહી તો કેટલીકનું વચમાં જ પતન થયું. ઘણા લાંબા સમય પછી ભાજપાને ગઇ ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળી હતી તેમ છતાં પણ તેણે એનડીએનું અસ્તિત્વ ચાલુ રાખ્યું હતું. જેની જરૂર હવે તેને આ ચૂંટણીમાં પડશે.

ગઠબંધનના રાજકારણમાં હવે ઘણાં ફેરફારો જોવામાં આવે છે. સ્થાનીક પક્ષો અને નાના પક્ષો એકદમ મહત્વકાંક્ષી બની ગયા છે. તેઓ પોતાના ફાયદા નુકસાન જોઇને છાવણી બદલવા લાગ્યા છે. કયારેક આ ગઠબંધન સાથે તો કયારેક પેલા ગઠબંધન સાથે. આજ રીતે યુપીમાં બે પરસ્પર ઘોર વિરોધી પક્ષો સપા-બસપાએ પોતાનું અસ્તિત્વ બચાવવા ર૪ વર્ષ પછી હાથ મિલાવ્યા છે. બન્ને પક્ષોના કાર્યકરો અલગ છે અને મતદારો પણ અલગ છે. મતદારોએ પણ જાણે છે કે પોતાના ફાયદા માટે કેવી રીતે આ પક્ષો ભેગા થયા છે. એટલે ગઠબંધન માટે આ પરીક્ષાની ઘડી છે.

રાષ્ટ્રીય લોકદળે ગઇ ચૂંટણી કોંગ્રેસ સાથે મળીને લડી હતી. પણ આ વખતે તે કોંગ્રેસની સાથે રહેવાને બદલે સપા-બસપાના ગઠબંધન સાથે છે. યુ.પી.માં કેટલાક નાના પક્ષોએ છાવણી બદલીને બીજા ગઠબંધનોનો હાથ પકડયો છે. બિહારમાં ચૂંટણી જંગ એનડીએ અને યુપીએ ની વચ્ચે છે. પણ બન્ને  ગઠબંધનોમાં કેટલાય મહોરાઓ બદલાઇ ચૂકયા છે. રાજયમાં ગઇ ચૂંટણીમાં જનતા દળ (યુ) એનડીએ માં નહોતો પણ આ વખતે છે. ર૦૧પ માં વિધાનસભાની ચૂંટણીમાં જદયુ અને રાજદ યુપીએ અથવા મહાગઠબંધનમાં હતાં. આ ચૂંટણીમાં જદયુ એનડીઓ સાથે અને રાજદ યુપીએ સાથે છે. ગઇ  વખતે એનડીએના ઘટક એવા રાલોસપાએ આ વખતે યુપીએનો હાથ પકડયો છે.

આવી પરિસ્થિતિમાં પ્રજા આ ફેરફારોને કેટલા સ્વિકારે છે અને લોકોના મત કેવી રીતે આપસમાં ટ્રાન્સફર થાય છે. તે બાબત આ પક્ષો માટે પડકારરૂપ છે. આજ રીતે  આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીએ ગઇ વખતે ભાજપા સાથે મળીને ચૂંટણી લડી હતી. પણ ચૂંટણીના થોડા પહેલા તેણે ભાજપાનો સાથ છોડીને કોંગ્રેસ સાથે હાથ મીલાવ્યો છે. આંધ્ર પ્રદેશમાં લોકસભાની સાથેજ વિધાનસભાની ચૂંટણી પણ છે. એટલે તેલુગુ દેશમની છાવણી બદલવાની રાજનીતિની પરીક્ષા પણ થવાની છે.

(11:23 am IST)
  • જો જીન્હા વડાપ્રધાન બનત તો દેશના બે ટુકડા ના થતા :ભાજપના ઉમેદવારે નવો રાગ આલાપ્યો :મધ્યપ્રદેશના રતલામ-ઝાબુઆથી ભાજપના ઉમેદવાર ગુમાનસિંહ ડામોરે વિવાદી નિવેદન કરતા કહ્યું કે આઝાદી પછી જો નહેરુ જીદ ના કરી હોત તો દેશના બે ટુકડા ના થાત :તેઓએ વધુમાં એમ પણ કહ્યું કે મોહમ્મ્દ જીન્હા એક એડવોકેટ,એક વિદ્વાન વ્યક્તિ હતા :એ સમયે નિર્ણંય લેવાયો હોત તો આપણા પીએમ જીન્હા બનશે તો દેશના બે ભાગ નહિ પડત : access_time 1:07 am IST

  • દિલ્હી-ભુનેશ્વર રાજધાની એકસપ્રેસમાં આગ લાગવાથી ડ્રાઇવરે જનરેટર કોચને ટ્રેનથી છુટો કર્યોઃકોચ-બી-૧ સુધી પહોંચી હતી આગઃ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી access_time 3:44 pm IST

  • છેલ્લી ઘડીએ જેટ એરવેયઝ માટે બોલી લગાવતું એતિહાદ : એમની સાથે છે કોઈ ભારતીય પક્ષકાર : આ ભારતીય પક્ષકાર રિલાયન્સ હોવાનું ચર્ચાય રહ્યું છે. access_time 1:43 am IST