Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

રસ્તા પર નમાઝ પઢવાને લઇને વિવાદ

આસામના હૈલાકાંડીમાં સાંપ્રદાયિક હિંસાઃ ૧નું મોત : ૧૪ને ઇજા : શહેરમાં કર્ફયુ

હૈલાકાંડી તા. ૧૧ : અસમના હૈલાકાંડી જિલ્લામાં સાંપ્રદાયિક ઝડપમાં એક વ્યકિતનું મોત અને ૧૪ અન્ય ઘાયલ થયા બાદ શુક્રવારે કફર્યૂ લગાવી દેવામાં આવ્યો અને શાંતિ જાળવી રાખવા માટે સેનાને બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ડેપ્યુટી કમિશનર કીર્તિ જલ્લીએ કહ્યું કે કફર્યૂ જિલ્લામાં સાંજે છ વાગ્યાથી ૧૨ મે સાંજે સાત વાગ્યા સુધી લગાવવામાં આવ્યો છે. કેટલીક સામૂહિક હિંસામાં લુપ્ત હોવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને માનવ જીવન અને સંપત્તિને ગંભીર નુકસાનનો અંદેશો છે. આ પહેલાં ઝડપ બાદ ફકત હૈલાકાંડી નગરમાં બપોરે એક વાગ્યાથી અનિશ્ચિતકાલીન કફર્યૂ લગાવવામાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લા પ્રશાસને બે સમુદાયોના સભ્યો વચ્ચે ઝડપ બાદ સેનાની મદદ માંગી. સમુદાયો વચ્ચે એક મસ્જિદ સામે રસ્તા પર નમાજ પઢવાના વિરોધને લઇને ઝડપ થઇ.

તેમણે જણાવ્યું કે ઓછામાં ઓછા ૧૫ વ્યકિત ઘાયલ થયા જેમાંથી ત્રણની હાલત ગંભીર હતી. હૈલીકાંડી નગરમાં થયેલી ઝડપમાં ૧૫થી વાહનને નુકસાન કરવામાં આવ્યું અને ૧૨ દુકાનોમાં તોડફોડ બાદ આગ લગાવી દેવામાં આવી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે એક ઘાયલ વ્યકિતની સિલચર મેડિકલ કોલેજ તથા હોસ્પિટલમાં રાત્રે મોત નિપજયું હતું.

(11:17 am IST)