Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

વડાપ્રધાન બનવા માટેની કોઈ ઈચ્છા નથી : નીતિન ગડકરી

નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં સરકાર હશે

નવી દિલ્હી, તા. ૧૦ : કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ આજે કહ્યું હતું કે તે વડાપ્રધાન પદ માટે છુપા ઉમેદવાર તરીકે નથી. એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં ગડકરીએ ક્હ્યું હતું કે તેમનો કોઈ એજન્ડો ઈચ્છા અથવા તો સપના વડાપ્રધાનની નથી. જો ભાજપને પૂર્ણ બહુમતી મળશે નહીં અને સાથી પક્ષો પીએમ માટે અલગ ચહેરાને પસંદ કરવાની વાત કરશે તો આગળ શું થશે તે અંગે પૂછવામાં આવતા ગડકરીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અમારા નેતા છે અને તેઓ અમારા વડાપ્રધાન રહેશે. ગડકરીએ એમ પણ કહ્યું હતું કે ભાજપના નેતૃત્વમાં એનડીએ બહુમતિ મળશે અને મોદીના નેતૃત્વમાં સરકાર બનશે. સીટો ક્યાંથી આવશે તે અંગે પૂછવામાં આવતા ગડકરીએ કહ્યું હતું કે ઓરિસ્સા, બંગાળ અને કેરળમાંથી ભાજપને ખૂબ ફાયદો થઈ શકે છે. ઉત્તરપ્રદેશમાં પણ એી સ્થિતિ થશે નહીં જેવી સ્થિતિને લઈને ચર્ચા ચાલી રહી છે. રાજનીતિમાં હંમેશા ટુ પ્લસ ટુ ચાર હોતા નથી. આ સમિકરણની અંક ગણિતના આધાર ઉપર જોઈ શકાય નહીં. નીતિન ગડકરીના આ નિવેદનને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ગડકરીએ રજુઆત કરી હતી કે રોજગારની સમસ્યા કેટલાક હદ સુધીી યોગ્ય છે.

(12:00 am IST)