Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

''સપના એ હોય જે તમને ઊંઘવા ના દે '' કલામમાં વાક્યને સાર્થક કર્યું મુરાદાબાદની ઇલ્મા અફરોઝે :ઓક્સફોર્ડનો અભ્યાસ છોડીને IPS બની

દેશભક્તિ ઇલ્માને લંડન, ઇન્ડોનેશિયા અને પેરિસમાંથી પરત ભારત લાવી

ગજરાતીમાં કહેવત છે કે 'મન હોય તો માળવે જવાય ' એટલે કે દ્ઢ ઈચ્છા શક્તિથી કોઈપણ કાર્ય અશક્ય નથી ત્યારે ભારતના મહાન વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ ડો,અબ્દુલ કલામનું એક વાક્ય '' સપનાં હોય છે જે તમને ઉંઘવા દે ''ને મુરાદાબાદની ઇલ્મા અફરોઝે સાર્થક કરી બતાવ્યું છે મુરાદાબાદના નાના ગામમાં રહેતી ઇલ્મા અફરોઝના પિતાનું તે 14 વર્ષની હતી ત્યારે નિધન થઈ ગયું હતું. પિતા વ્યવસાયે ખેડૂત હતા. બાદમાં ઘરની જવાબદારી તેના નાના ભાઈ અને માતાએ સંભાળી હતી. જોકે, અભ્યાસમાં સફળતા મેળવેલી ઈલ્માએ ક્યારેય બંનેને નિરાશ કર્યા હતા.

  નાના શહેરમાં અભ્યાસ કર્યા બાદ ઈલ્માએ દિલ્હી અને લંડનમાં અભ્યાસ કર્યો હતો.પરંતુ દેશભક્તિ ઇલ્માને લંડન, ઇન્ડોનેશિયા અને પેરિસમાંથી પરત ભારત લાવી હતી. અહીં આવીને તેણીએ કમાલ કરી છે 

   ઇલ્મા અફરોઝે કહ્યું કે 'મિસાઇલ મેન ડો. અબ્દુલ કલામનું એક વાક્ય (સપનાં હોય છે જે તમને ઉંઘવા દે) અવાર નવાર મને ઉંઘવા નથી દેતું. કારણે હું મુરાદાબાદમાં ધોરણ-12નો અભ્યાસ પૂરો કર્યા બાદ સેન્ટ સ્ટીફન્સ કોલેજ દિલ્હી આવી ગઈ હતી. જ્યાં સુધી મેં કોલેજનો અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધી મને આગળ અભ્યાસ માટે તકો મળવા લાગી હતી. દિલ્હી પછી મને ઓક્સફોર્ડ યુનિવર્સિટિમાં અભ્યાસનો મોકો મળ્યો હતો.

  ઇલ્મા અફરોઝ જણાવે છે કે મેં પેરિસ સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલમાં અભ્યાસ કર્યો. મને ઇન્ડોનેશિયામાં અભ્યાસ કરવાનો પણ મોકો મળ્યો હતો. દરમિયાન મને ક્લિન્ટન ફાઉન્ડેશન સાથે કામ કરવાનો પણ મોકો મળ્યો. પરંતુ આટલી સફળતા પછી પણ મારા દિલને શાંતિ મળી હતી. મનમાં એક વિચાર આવતો હતો કે હું આટલું ભણી પણ કોના માટે? પછી એક દિવસ મેં મારા ભારતમાં પરત ફરવાનું નક્કી કર્યું હતું. મને વાતનો આનંદ છે કે મારા નિર્ણયમાં મારા નાના ભાઈ અફરોઝ અને મારી માતાએ પણ સાથ આપ્યો હતો.

   સ્વદેશ પરત ફરીને મેં સૌપ્રથમ સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. ભાગ્યએ પણ મારો સાથ આપ્યો હતો. પ્રથમ પ્રયાસમાં હું 217માં રેન્ક સાથે પરીક્ષામાં ઉતીર્ય થઈ હતી. હવે હું એક આઈપીએસ ઓફિસર બનવા જઈ રહી છું. મારા માટે સૌથી ખુશીની વાત છે કે હવે હું વિદેશ માટે નહીં પરંતુ મારા દેશ માટે કામ કરીશુ.

(12:27 am IST)