Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

કર્ણાટકની રાજારાજેશ્વરી નગર બેઠક પર મતદાન મુલતવી :હવે 28મીએ મતદાન:31મીએ ગણતરી

મતદાતાઓને લોભાવવા- વસ્તુઓ વેચવા અને મોટાપ્રમાણમાં નકલી વોટરઆઇડી કાર્ડ મળતા નિર્ણય

 

નવી દિલ્હી :કાલે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે ત્યારે ચૂંટણી પંચે કર્ણાટક વિધાનસભાની રાજરાજેશ્વરી નગર સીટ પર ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણી નિયમોનાં ઉલ્લંઘનની ફરિયાદ બાદ મતદાન મુલતવી રાખ્યું છે રાજ્યની 224 સીટોની સાથે 12મેનાં રોજ સીટ પર યોજાનાર મતદાન સ્થગિત કરી દીધું છે.પંચની તરફથી આદેશ મુજબ હવે રાજરાજેશ્વરી નગર ખાતે આગામી 28 મેનાં રોજ મતદાન અને 31મી મેનાં રોજ મતગણતરી થશે.

   પંચે સીટ પર ચૂંટણી પ્રચાર દરમિયાન મતદાતાઓને લભાવવા માટે તમામ વસ્તુઓ વહેંચવા અને મોટા પ્રમાણમાં નકલી મતઓળખ પત્રો મળી આવવા જેવી ઘટનાઓની ફરિયાદની શરૂઆતી તપાસ સાચી ઠર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે

   મુખ્ય ચૂંટણી આયુક્ત .પી રાવત અને ચૂંટણી આયુક્ત સુનીલ અરોડા તથા અશોક લવાસા દ્વારા અપાયેલા આદેશમાં કહેવામાં આવ્યું કે, રાજરાજેશ્વરી નગર સીટ પર ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને પૈસા, મોંઘા ઉપહાર અને અન્ય વસ્તુઓ વહેંચણી કરવાની ફરિયાદો મળી છે. નજર રાખનાર દળોએ વસ્તુઓની મોટા પ્રમાણમાં ધરપકડ પણ કરી.હતી 

   ઘટનાઓમાં બે ઘટનાઓને ગંભીર માનતા પંચે સીટ પર મતદાન સ્થગીત કરવાનો નિર્ણય લીધો છે. તેની પહેલી ઘટના ગત્ત મેનાં રોજ એક ટ્રકથી સામાન મળ્યાની છે. જેની કિંમત 95 લાખ રૂપિયા આંકવામાં આવી છે. બીજી ઘટના વિધાનસભા સીટમાંથી હજારોની સંખ્યામાં નકલી મતદાન ઓળખકાર્ડ મળી આવ્યાનાં છે. ફોટોયુક્ત મતદાન યાદી અને લેપટોપ સહિત અન્ય સામગ્રી મળી આવી હતી

(12:06 am IST)