Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

બેન્ક એફ.ડી.ને છોડી હવે મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કરો મ્યુચ્યુલ ફંડમાં વાર્ષિક ૧ર થી ૧પ ટકા વૃધ્ધિ થાય છે

વ્યાજનાં દરો ઘટતા જાય છે. સરકાર માને છે કે, મોંઘવારીમાં વધારો થતો નથી. પરંતુ કયારેક કયારેક ઘટાડો તો થતો જ નથી. મોંઘી થયેલી ચીજ વસ્તુ સસ્તી મળતી નથી. વ્યાજે બેન્ક એફડીના વ્યાજમાં વાર્ષિક ૧૦ ટકાથી ઘટીને ૬ ટકા થયો એટલે કે રપ ટકા વ્યાજ આવકમાં ઘટાડો થયો છે. સામાન્ય કુટુંબ તથા નિવૃત વ્યકિતઓને આ રપ ટકા જેવા વ્યાજ ઘટાડો અસહય છે. પોસ્ટ ઓફિસમાં રોકાણ સંપુર્ણ સરકારી છે. પરંતુ તેમાં વ્યાજનાં દર દિવસને દિવસે ઘટતા જાય છે. આવી પરિસ્થિતિમાં મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કરવુ સારૂ ભારતમાં લગભગ ર૮ મ્યુ. ફંડ છે. કોઇપણ મ્યુ. ફંડ પબ્લીકનાં  નાણા લઇને ઉઠી ગયેલ નથી. જરૂર પડયે બે નાના મ્યુ. ફંડ ભેગા થઇ મોટા બને છે મ્યુ. ફંડમાં અનેક રોકાણની સ્કીમો હોય છે. તેમાં નાણાનું વળતર રોકાણ સમય, કઇ સ્કીમમાં રોકાણ, બજાર સીનીરીયો વગેરે આધારીત વળતરમાં થોડુ ઘણુ ઓછુ વધતુ થાય છે. પરંતુ સંપૂર્ણ રોકાણ રકમ ડૂબેલ નથી.

રોકાણનો સિધ્ધાંત છે કે જયારે માર્કેટમાં મંદી હોય ત્યારે શકય તેટલું વધુ રોકાણ કરો અને જયારે માર્કેટમાં તેજી હોય ત્યારે થોડા થોડા શેર અથવા મ્યુ. ફંડમાંથી ઉપાડી નફો બુક કરો. આ રોકાણની સ્કીમને ધ્યાનમાં રાખી તેજી મંદિમાં પણ રોકાણકારને લાંબાગાળો નુકસાન ન થાય તેથી એસઆઇપી એટલે દરમહિને ફીકસ રકમનુ઼ રોકાણ બેન્કનાં સેવીંગ અથવા કરન્ટ ખાતામાં આપોઆપ મ્યુ. ફંડ ઉપાડી નકકી કરેલ રકમ દર મહિને રોકાણ કરે છે. જેથી લાંબાગાળે  રોકાણ એવરેજ કિંમતે થાય છે.

મ્યુચ્યુલ ફંડની જુદી જુદી રોકાણ સ્કીમો

(૧) લીકવીડ ફંડ : બેન્કના કરન્ટ ખાતા જેવું આ ફંડ છે. તેમાં ગમે ત્યારે રોકાણ થઇ શકે કે ઉપાડી શકાય  તેમાં ઉપર કોઇપણ ચાર્જ નથી. પરંતુ મ્યુ. ફંડમાં જમા રહેલ રકમ ઉપર દૈનિક પ્રોડકટ મુજબ વાર્ષિક પ ટકા થી ૬ ટકાના દરે વ્યાજ મળે છે. જેની સામે કરન્ટ ખાતામાં  કાંઇ જ વ્યાજ મળતુ નથી. ફકત ર૪ થી ૪૮ કલાકમાં અથવા મોબાઇલ ઓપરેશન દ્વારા પણ ટ્રાન્સેકશન થઇ શકે છે.

(ર) ડેબ ફંડ : આ ફંડના રોકાણ સંપુર્ણ સરકારી જામીનગીરી સરકારી બોન્ડ, પ્રતિષ્ઠીત /જાણીતી કંપનીઓના સીકયોર્ડ ડિબેંચરમાં રોકાણ કરે છે. રોકાણ સંપુર્ણ સલામત હોવાથી રોકાણકારો નાણા પણ સંપુર્ણ સલામત રહે છે. તેમાં વાર્ષિક વળતર ૬ થી ૭ ટકા જેવું હોય છે.

(૩) લાર્જ કેપ ફંડ : લાર્જ એટલે મોટી કંપનીઓમાં રોકાણ આ ફંડમાં રોકાણકાર પાસેથી આવેલી રકમ જાણીતી અત્યંત મોટીકંપની સરકારી કે પ્રાઇવેટ પબ્લીક લીમીટેડ કંપનીઓના દૈનિક શેરો રોકાણ થાય છે. તેવીજ કંપનીઓનાં શેરોની ખરીદી વેચાણ થાય છે. રોકાણ એકંદરે સલામત છે. વળતર વાર્ષિક ૭ થી ૮ ટકા કે તેથી થોડુ વધારે મળે છે.

(૪) મીડકેપ ફંડ : મીડ એટલે  મધ્યમ કક્ષાની બહુ મોટી નહી કે બહુ નાની નહી તેવી કંપનીઓના રોકાણ થાય છે. તેને મીડકેપ ફંડ કહેવાય છે. આ રોકાણ બહુ જોખમી નથી ઘણે વખતે સારૂ એવું વળતર આપે છે. સામાન્ય રીતે ૮ થી ૧ર ટકા વળતર આપે છે.

(પ) સ્મોલકેપ ફંડ : નાની મોટી સીલેકટેડ કંપનીઓની વૃધ્ધિ જોઇ તેમાં રોકાણ થાય છે. ઘણે વખતે કંપનીઓ સારામાં સારૂ વળતર તથા શેર-બજારની પરિસ્થ્િતિની આ ફંડમાં ફાયદો મળે છે. પરંતુ સરકારી કાયદાઓ બદલાતા આવી નાની - નાની કંપનીઓ જોખમમાં પણ આવી જાય છે. ત્યારે વળતર ઘટી જાય છે.  રોકાણકારને જોખમ લેવાની આદત હોય તો જોખમ લઇ સારામાં સારૂ વળતર મેળવી વળતર મેળવી શકે છે. અત્યારે પણ સ્મોલકેપ ફંડમાં રોકાણ ખુબ થાય છે.

(૬) બેલેન્સ ફંડ : આ ફંડમાં ૭૦ થી ૮૦ ટકા રોકાણ નામાંકીત અને મીડીયમ કંપનીઓના શેરોમાં રોકાણ તથા દૈનિક ખરીદ વેચાણ થાય,  જયારે ૩૦ થી ૩પ ટકા ફરજીયાત સરકારી જામીનગીરી, ડીબેન્ચર બોન્ડ વગેરેમાં થાય છે. જેથી રોકાણકારના પૈસાની સલામતી છે. માર્કેટની વધ-ઘટ મુજબ  વળતર  અત્યારનાં સંજોગોમાં સારૂ આપે છે.તેમજ મુડીની સલામતી પણ રહે છે.

(૭) ઇ.એલ.એસ.એસ. ફંડ : ઇકવીટી લીન્ક સેવિંગ સ્કીમનું ટુકું નામ છે. આ ફંડમાં રોકાણ રૂ.૧,પ૦,૦૦૦ સુધી આવકવેરા કલમ ૮૦ સી નીચે કુુલ રોકાણમાં ગણાય છે. લોક ઇન પીરીયડ ફકત ત્રણ જ વર્ષ છે. ૩૭ મે મહિને ઉપાડી ફરી રોકાણ થઇ શકે છે. બેન્કની ત્રણ વર્ષની એફ.ડી.ની જેમ કરતા આ સ્કીમમાં રોકાણ કરવાથી ઇન્કમટેકસમાં રોકાણ બાદ મળે ઉપરાંત બેન્ક કરતા ઘણુ વધુ  વ્યાજ મળે છે. ચક્રવૃધ્ધી સ્કીમમાં વાર્ષિક ૧પ થી ૧૮ ટકા સુધી વળતર આપેલ છે.

આમ, અત્યારે કોઇપણ મ્યુચ્યુલ ફંડ ટેક્ષ સેવર સ્કીમમાં વાર્ષિક ૧ર થી ૧પ ટકા ટેકસ ફ્રી વળતર છુટે છે. ઉપરાંત રોકાણ કરેલ રકમ ૮૦ સીમાં બાદ પણ મળતા ઇન્કમટેકસ ઓછો ભરવાનો થાય છે તે ડબલ લાભ છે.

વધુ માહિતી માટે મળો - ફોન કરો

શ્રીમતી રક્ષાબેન નીતિનભાઇ કામદાર

ઓ.(૦ર૮૧) રરર૭૬૮૮ મો.૯૮રપ૪ ૯૩૯૩૮ - રાજકોટ

(12:05 pm IST)