Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

અણુકાર્યક્રમ શરૂ કરશો તો પરિણામો માટે તૈયાર રહેજોઃ ટ્રમ્પની ઇરાનને ખૂલ્લી ધમકી

વોશિંગ્ટન  તા. ૧૧ : અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનના અણુ સોદામાંથી અમેરિકાની પાછીપાનીની ઘોષણા કર્યા બાદ ૯મીમેએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તહેરાન આ વાત કાને નહીં ધરે અને અણુ શસ્ત્ર કાર્યક્રમનો પુનઃઆરંભ કરશે તો તેને અત્યંત માઠા પરિણામો ભોગવવા પડશે.

આ અંગે વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જહોન બોલ્ટને કહ્યું હતું કે અમેરિકાના પ્રમુખે ઈરાન અણુ સોદામાંથી નીકળી જવાનો નિર્ણય લીધો છે તેમ જ તહેરાન પર કોઈપણ નવીન કરાર માટે તાબડતોબ પુનઃ પાબંદી લાદવાનું નક્કી કર્યું છે પણ તેમને મુદત કરતાં અગાઉની ૯૦થી ૧૮૦ દિનની અવધિ (વીન્ડ-ડાઉન પીરીયડ) આપવામાં આવ્યો છે.

પ્રમુખ ટ્રમ્પે સંબંધિત વિભાગો તથા એજન્સીઓને નિર્દેશો આપતા આવેદનપત્ર પર હસ્તાક્ષર કર્યો હતો. તેનો એક હિસ્સો ઓબામા વહીવટીતંત્ર દ્વારા અણુસંબંધિત જે પાબંદીઓમાં રાહત આપવામાં આવી હતી તેનું પુનૅંગઠન કરવાનો હતો. આથી પ્રતિબંધો બહાર પડીને પ્રસિદ્ઘ થાય કે તાબડતોબ તેમને અમલમાં મૂકવામાં આવશે. કરાર અને અધિકારક્ષેત્ર સંબંધિત જે નિષેધ્ધ ફરમાવવામાં આવ્યા હોય તેનું પાલન કરવું. અન્ય શબ્દોમાં કોઈ નિર્ધારિત વિસ્તારોમાં કોઈ જ નવા કરાર કરવાના નહીં. હાલમાં અસ્તિત્ત્વ ધરાવતા કોન્ટ્રાકટને પડતા મૂકવા માટે ખાસ 'વીન્ડ ડાઉન' સમયમર્યાદા નક્કી કરાઈ છે.

વ્હાઈટ હાઉસ ખાતે યોજાયેલી એક કેબિનેટ મિટિંગમાં ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન આમ ચાલુ રાખશે તો અત્યંત ભયાવહ પરિણામો ભોગવવા પડશે.

અમે આજ સુધી કોઈ પણ દેશ પર ન લાદ્યા હોય તેવા સર્વાધિક આકરા પગલાં લાદીશું. રૂપરેખા ઘડાઈ છે તેમ જ ટૂંક સમયમાં જ તેને અમલમાં મૂકાશે. હવે જુઓ શું થશે, આખી દુનિયા દૂભાઈ અને દુઃખી થાય તેવા હાનિકારક સોદા પર મંજૂરીનું મત્ત્।ું ન મારી શકીએ. એ સોદો ફકત અમેરિકા માટે ન હતો. તે નિશ્ચીતપણે મુખ્યત્વે ઈઝરાયલ સહિત આખી દુનિયાને હાનિ પહોંચાડશે, એમ ટ્રમ્પે ઉમેર્યું હતું.

(12:04 pm IST)