News of Friday, 11th May 2018

ઓટો ડ્રાઈવરના દિકરાના ઘરે જમીન ઉપર બેસી વિરાટે ભોજન લીધુ

સિરાજની પોસ્ટ : થેંકયુ વીકે ભૈયા, યે મેરી જીંદગી કા અબતક કા સબસે બેહતરીન ગિફટ હૈઃ બેંગ્લોરની ટીમના બોલર સિરાજના ઘરે પાર્થિવ પટેલ, યુજવેન્દ્ર ચહલ અને વોશીંગ્ટન સુંદરે : પણ ભોજન માણ્યુ : ચહલે આઈપીએલમાં ૧૩ મેચમાંથી ૧૭ વિકેટો લીધી છે : પિતા રીક્ષા ચાલક છે

હૈદ્રાબાદ, તા.૧૧ : વિરાટની કેપ્ટનશીપવાળી આરસીબીની ટીમમાં ફાસ્ટબોલર મોહમ્મદ સિરાજ પણ છે. જેનું હોમટાઉન હૈદ્રાબાદ છે. તેના આમંત્રણથી વિરાટ સહિત ટીમના અનેક ખેલાડીઓએ ભોજનનો આનંદ માણ્યો હતો. પાર્થિવ પટેલ, યુજવેન્દ્ર ચહલ અને વોશિંગ્ટન સુંદર પણ સાથે હતા. આ ખેલાડીઓએ સિરાજના ઘરે હૈદ્રાબાદી બિરયાની સહિત અન્ય વાનગીઓની મજા માણી હતી. આ તમામ ખેલાડીઓએ જમીન ઉપર બેસી ભોજન લીધુ હતું. ફોટા શેર કરતા સીરાજે લખ્યુ હતું કે 'થેંકયુ, વીકે ભૈયા, યે મેરી ઝીંદગી કા અબતક કા સબસે બેહતરીન ગીફટ હૈ', અલ્હમદુલ્લિાહ, આપ સબ કા સ્વાગત કરના મેરે ઔર મેરે પરિવાર કે લીયે સૌભાગ્ય કી બાત રહી. અપના કિંમતી વકત નિકાલકર હમારે ઘર ડિનર પર આને કે લીયે આપ સભી ઘર ડિનર પર આને કે લીયે આપ સભી કા શુક્રીયા, યે બહુત માયને રખતા હૈ.

૧૩ માર્ચ ૧૯૯૪માં હૈદ્રાબાદમાં જન્મેલા સિરાજ ખૂબ જ સાધારણ પરિવારમાંથી આવે છે. સ્ટાર ક્રિકેટર બન્યા પહેલા તેના પિતા ઓટો રીક્ષા ચલાવતા હતા. ગત વર્ષે આઈપીએલમાં પસંદગી પામ્યા બાદ સિરાજે નવુ ઘર લીધુ. સીરાજના  પરિવારમાં માતા - પિતા સાથે મોટોભાઈ પણ છે જે સોફટવેર એન્જિનયર છે.

મહામહેનતે આખો પરીવાર ગરીબીમાંથી બહાર આવ્યો છે. સિરાજે ૨૦૧૭માં આઈપીએલમાં ડેબ્યુ કર્યુ હતું. ૨.૬૦ કરોડમાં વેચાયો હતો. આઈપીએલમાં ૧૩ મેચોમાં ૧૭ વિકેટો લીધો છે. તેનું બેસ્ટ પર્ફોર્મન્સ ૩૨ રનમાં ૪ વિકેટ છે. ડોમેસ્ટીક ક્રિકેટમાં ૧૫ મેચમાં ૫૭ વિકેટો લીધી છે.(૩૭.૪)

 

(12:00 pm IST)
  • આજે ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિરના સ્‍થાપના દિવસ નિમિતે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમિતભાઈ શાહ શ્રી સોમનાથ મહાદેવના દર્શને બપોરે ૨ વાગ્‍યે આવનાર હતા પરંતુ કર્ણાટકની ચૂંટણીને લઈને તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો હોવાનું જાણવા મળ્‍યુ છે અને આ લખાય છે ત્‍યારે બપોરે ૩.૩૦ વાગ્‍યા સુધી તેઓનું સોમનાથમાં આગમન થયુ નથી. access_time 4:16 pm IST

  • હું સ્વદેશી છું, મારા નફામાંથી કોઈને ભાગ નહિં આપુઃ યોગગુરૂ બાબા રામદેવજી : પતંજલિના સુપ્રીમો બાબા રામદેવજીએ મોદી સરકારને કોર્ટમાં ઢસડી જવાની ચીમકી સાથે કાયદા મુજબ ફરજીયાત ખેડૂતોને નફો ફાળવવાનો ઈન્કાર કરતા જણાવ્યુ હતુ કે, હું સ્વદેશી છું, મારા નફામાંથી કોઈપણ ભાગ કોઈને નહીં આપું, રામદેવજી મહારાજ સ્વદેશીના માર્કા સાથે ૧૦,૦૦૦ કરોડનું ટર્નઓવર કરે છે છતાં 'રો-મટીરીયલ્સ' ઉગાડતા ખેડૂતોને બે કરોડ આપવાનો ઈન્કાર કરી દેતા જણાવ્યુ હતુ કે, આ નિયમ બાબતે સરકાર વિરૂદ્ધ હું કેસ ફાઈલ કરીશ access_time 4:49 pm IST

  • સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઈકોર્ટોને જિલ્લા કોર્ટોમાં બે મહિનાની મુદ્તમા સેકસ્યુઅલ કમિટિ (જાતીય પ્રતાદંડ ફરીયાદ સમિતિઓ) ઉભી કરવા આદેશ કર્યો છે access_time 4:48 pm IST