Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

મહારાષ્ટ્રની ભાજપ-ફડણવીસ સરકારનો રાજકીય દાવઃ કૂકરી ગાંડી કરીઃ હવે મરાઠી ભાષા ફરજીયાત

તમામ સરકારી કચેરીઓમાંથી અંગ્રેજી ભાષા કાઢી નાંખી મરાઠી ભાષા અનિવાર્ય બનાવીઃ ટેલીફોનમાં વાતચીત-મીટીંગ-ભાષણમાં મરાઠી ફરજીયાતઃ અમલવારી નહિ કરનારનો 'પગાર' રોકી દેવાશે

મુંબઇ તા. ૧૧ :.. મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે મરાઠી કાર્ડ રમી રાજકારણમાં કૂકરી ગાંડી કરી છે.

સરકારે કામકાજ દરમિયાન અંગ્રેજી ભાષાને ઉડાડી મરાઠી ભાષા તમામ સરકારી કાર્યાલયોમાં ફરજીયાત કરી નાખી છે, આ માટે ખાસ પરીપત્ર ડીકલેર કરી દેવાયો છે.

આ મરાઠી ભાષા ફરજીયાતનો નિયમ ન માનનાર સામે સખ્ત કડક પગલાની પણ જોગવાઇ જાહેર કરી છે, આ માટે નોટીસ અને બાદમાં જે તે સરકારી કર્મચારી-અધિકારીનો પગાર રોકી લેવાશે, અને પ્રમોશન એક વર્ષ માટે નહી અપાય.

સરકારના આ નિર્ણયથી વિવાદ ઉભો થશે, અને હાલ એવુ ફલીત થઇ રહ્યું છે કે છેલ્લા ૩ાા વર્ષથી મહારાષ્ટ્રમાં સત્તા ઉપર રહેલી ભાજપ સરકાર હવે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના અધ્યક્ષ રાજ ઠાકરેના રસ્તે ચાલતી જોવા મળી રહી છે. જાહેર કરાયેલા નિયમોમાં સરકારી યોજનાની જાણકારી હવે લોકોને મરાઠીમાં આપવાની રહેશે, ચર્ચા પણ મરાઠીમાં, ટેલીફોન ઉપર કામકાજની વાત પણ મરાઠીમાં, સરકારી યોજનાઓનું નામ પણ મરાઠીમાં રહેશે, અને અધિકારીઓ ભાષણમાં અને મીટીંગમાં પણ મરાઠીમાં જ વાત કરશે. (પ-૧૩)

(11:56 am IST)