Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદનો પરાજય :કોલકાતાનો 10 રને શાનદાર વિજય

કેકેઆરના 188 રનના લક્ષ્‍યાંકના જવાબમાં હૈદરાબાદે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા

ચેન્નાઇ : આઈપીએલ 2021માં આજની મેચ કોલકાતા નાઈટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નઈના સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ સિઝનમાં બંને ટીમોની આ પ્રથમ સ્પર્ધા હતી.આઈપીએલ 2021 ની ત્રીજી મેચમાં બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 11 રને હરાવીને જીતની શરૂઆત કરી હતી. કેકેઆરના 188 રનના લક્ષ્‍યાંકના જવાબમાં હૈદરાબાદે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા. જોની બેરસ્ટો (55) અને મનીષ પાંડે (અણનમ 61) એ એસઆરએચ માટે જોરદાર ઇનિંગ્સ રમી હતી, પરંતુ તેઓ ટીમને જીતવા માટે પૂરતા ન હતા. કેકેઆર માટે પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ લીધી હતી. અગાઉ કેકેઆરએ નીતીશ રાણા (80) અને રાહુલ ત્રિપાઠી (53) ની ઇનિંગની મદદથી 6 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા.

SRHની શરુઆત ખરાબ રહી હતી. પરંતુ ધીરે ધીરે રમતને મક્મતાથી મનિષ પાંડે અને જોની બેયરીસ્ટોએ આગળ વધારી હતી. ઓપનર જોડી રીદ્ધીમાન સહા અને કેપ્ટન ડેવિડ વોર્નર 10 રનના સ્કોર પર જ પેવેલિયન પરત ફર્યા હતા. વોર્નરે 3 રન કર્યા હતા. બેયરિસ્ટોએ 40 બોલમાં 55 રન ફટકાર્યા હતા. તેની આક્રમક રમતે એક સમયે મેચને હૈદરાબાદના પક્ષમાં લાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મનિષ પાંડેએ સાથ પૂરાવ્યો હતો. તેણે 40 બોલમાં 55 રનની ઈનીંગ રમી હતી. મહંમદ નબીએ 11 બોલમાં 14 રન ફટકાર્યા હતા. વિજય શંકરે 11 રન કર્યા હતા. અંતિમ ઓવરમાં હૈદરાબાદે 22 રન કરવાનું લક્ષ્‍ય હતુ. પરંતુ તેમાં તે સફળ નિવડી શક્યા નહોતા.

 

પ્રસિદ્ધ ક્રૃષ્ણાએ 4 ઓવર કરીને 35 રન આપી 2 વિકેટ ઝડપી હતી. શાકિબ અલ હસને 4 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તીએ 4 ઓવર કરીને 36 રન આપ્યા હતા, પરંતુ તેને એક પણ વિકેટ મળી શકી નહોતી. હરભજન સિંહને માત્ર એક જ ઓવર કરવાની તક મળી હતી. તેણે એક ઓવરમાં માત્ર 8 જ રન આપ્યા હતા. આન્દ્રે રસાલે 3 ઓવર કરીને એક વિકેટ ઝડપી હતી.

KKRની ટીમ SRH સામે ટોસ હારીને બેટીંગ કરવા માટે મેદાને ઉતરી હતી. ટીમે સારી શરુઆત કરી હતી. નિતિશ રાણા 80 રન કર્યા, તેણે 56 બોલમાં 4 ચોગ્ગા અને 9 છગ્ગા સાથેની ઈનીંગ રમી હતી, શુભમન ગીલ અને નિતિશ રાણાની ઓપનીંગ જોડીએ 53 રનની પાર્ટનરશીપ રમત રમી હતી. નિતિશ રાણા શરુઆતથી જ હૈદરાબાદના બોલરો પર હાવી થતી રમત શરુ કરી હતી. આ દરમ્યાન શુભમન ગીલ રાશિદ ખાનના બોલ પર ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. તેણે 13 બોલમાં 15 રન કર્યા હતા.

ત્યારબાદ રાણાને સાથ આપવા આવેલા રાહુલ ત્રિપાઠીએ ઝડપી અર્ધશતક ફટકારીને ઉપયોગી યોગદાન આપી પેવેલીયન પરત ફર્યો હતો. તેણે 29 બોલમાં 53 રન 2 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી કરી હતી. આન્દ્રે રસેલ 3 બોલમાં માત્ર 5 રન બનાવીને વિકેટ ગુમાવી બેઠો હતો. કેપ્ટન ઈયોન મોર્ગન માત્ર 2 રન કરીને આઉટ થયો હતો. 156ના સ્કોર પર 2 વિકેટ ધરાવતી ટીમ વધુ ચાર રન ઉમેરીને ત્રણ વિકેટ ગુમાવી દેતા 160માં 5 વિકેટનો સ્કોર કર્યો હતો. દિનેશ કાર્તિક 9 બોલમાં 22 રન જોડીને અણનમ રહ્યો હતો.જ્યારે શાકિબ અલ હસન 3 રન કરીને આઉટ થયો હતો.

 

રાશિદ ખાન તરફથી ડેવિડ વોર્નરને આશાઓ હતી, તેમાં તે ખરો ઉતર્યો હતો. ઓપનિંગ જોડીની ભાગીદારીને આગળ વધતી તેણે અટકાવી હતી. રાશિદ ખાને 2 વિકેટ ઝડપી હતી. 24 રન 4 ઓવરમાં આપ્યા હતા. મહંમદ નબીએ તેની ચોથી ઓવરમાં સળંગ 2 વિકેટ ઝડપી હતી. નિતિશ રાણાની મહત્વની વિકેટ ઝડપી હતી. ટી નટરાજને એક વિકેટ ઝડપી હતી. સંદિપ શર્માએ 3 ઓવરમાં 35 રન આપી ખર્ચાળ રહ્યો હતો. જ્યારે વિજય શંકરે એક ઓવર કરીને 14 રન આપ્યા હતા. ભુવનેશ્વરે એક વિકેટ 45 રન આપીને ઝડપી હતી.

(11:51 pm IST)
  • મહારાષ્ટ્રમાં લોકડાઉન લગભગ નક્કી : રાજ્યની કોરોના ટાસ્ક ફોર્સની આજની બેઠક પુરી થયા બાદ મંત્રી અસલમ શેખે જણાવ્યું છે કે "બેઠકમાં સામેલ બધાનો મત રાજ્યમાં લોકડાઉન લાદવાનો છે અને આ બારામાં SOP અને ગાઈડલાઈન મુદ્દે હવે ચર્ચા કરવામાં આવશે." access_time 8:34 pm IST

  • રાજકોટમાં એક કલાસીસ ઉપર દરોડો : દરોડાથી બચવા વિદ્યાર્થીઓને ચોપડા વગર આવવા અને બાઇક-સ્કુટર દૂર પાર્ક કરવા કહેવાયું હતું : દરોડા બાદ કલાસીસ સંચાલકો જવાબ ન આપી શકયા access_time 4:21 pm IST

  • પરિમલ નથવાણી અલગ મિજાજમાં: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ ડાયરેક્ટર અને આંધ્રના રાજ્યસભાના સભ્ય શ્રી પરિમલભાઈ નથવાણી નવરાશની પળોમાં એક અલગ જ મિજાજમાં નજરે પડે છે.. રવિવાર સવારનો સમય તેમણે શરીરની ચુસ્તી-સ્ફુર્તિ જાળવવામાં પસાર કર્યો હતો. access_time 10:37 pm IST