Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

ગાંધીનગરથી અડવાણી લડી શકે માટે 6 વખત મારી ટિકિટ કપાઇ: ગૃહમંત્રી અમિતભાઈ શાહે ખુદનું ઉદાહરણ આપી ટિકિટ કપાયેલ નેતાઓને સમજાવ્યા

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત ભાઈ શાહ પાસે દરેક રાજકીય પડકારને પહોચી વળવા માટેની ક્ષમતા છે. પછી તે પાર્ટીની અંદર હોય કે બહાર તે દરેક મુશ્કેલીને સારી રીતે હલ કાઢી લે છે. તાજેતરમાં એક ઘટના ભાજપના ઉમેદવાર સાથે જોડાયેલી છે જેને પાર્ટીએ ટિકિટ આપી નથી. નિરાશ થઇને જ્યારે ઉમેદવારે અમિતભાઈ  શાહને પૂછ્યુ કે તે રાજકીય રીતે અપ્રાસંગિક થઇ ગયા છે? તો ગૃહમંત્રી અમિતભાઈ  શાહે ખુદનું ઉદાહરણ આપીને નેતાને શાંત કરાવ્યા હતા.

પાર્ટી સુત્રો અનુસાર અમિતભાઈ  શાહે નેતાને કહ્યુ કે ગાંધીનગર લોકસભા બેઠક અમિત શાહનો ગઢ હોવા છતા તેમને 6 વખત ટિકિટ આપવામાં આવી નહતી. આ એટલા માટે કારણ કે પાર્ટીના નેતા લાલકૃષ્ણ અડવાણીએ આ બેઠક પરથી લડવુ હતું. અંતે 2019માં લોકસભા ચૂંટણીમાં અમિત શાહને તક આપવામાં આવી. અમિતભાઈ  શાહે ઉમેદવારને જણાવ્યુ કે રાજકીય પ્રાસંગિકતા તેની પર નથી ટકી કે કોઇને પાર્ટી ટિકિટ આપે છે કે નથી આપતી? મહત્વપૂર્ણ છે કે લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડતા હતા ત્યારે અમિતભાઈ  શાહ પોલિંગ એજન્ટના રૂપમાં કામ કરતા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે અમિતભાઇ બંગાળ ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્રીય સુરક્ષા દળો પર લગાવેલા આરોપોને લઇને અમિતભાઈ  શાહે પલટવાર કરતા કહ્યુ કે, મમતા બેનરજી શું દેશને અરાજકતા તરફ લઇ જવા માંગે છે?

 

અમિતભાઈ  શાહે કહ્યુ કે જ્યારે સુરક્ષા દળ ચૂંટણીમાં ડ્યૂટી કરે છે તો તે ગૃહ મંત્રાલયના નહી પણ ચૂંટણી પંચના આદેશોનું પાલન કરે છે. અમિતભાઈ  શાહે કહ્યુ કે ચૂંટણીમાં ટીએમસીની નિરાશા જગ જાહેર થઇ ચુકી છે, માટે મમતા બેનરજી અને તેમની પાર્ટી આ રીતના નિવેદન કરી રહ્યા છે.

અમિતભાઈ  શાહે મુખ્યમંત્રીને ફટકાર લગાવતા કહ્યુ કે મે જીવનમાં આવો મુખ્યમંત્રી નથી જોયો જે કહેતો હોય કે સુરક્ષા દળોનો ઘેરાવ કરો. શું સીએમ મમતા બેનરજી દેશને અરાજકતા તરફ લઇ જવા માંગે છે?

(5:32 pm IST)
  • કોરોનાનો કહેર વધતા ઈરાનમાં 10 દિવસનું લોકડાઉન જાહેર: ઓફિસમાં તેના ત્રીજા ભાગના કર્મચારીઓની હાજરીનો આદેશ: તેહરાન અને દેશના 250 અન્ય શહેરો અને નગરોને ‘રેડ ઝોન’ તરીકે ઘોષિત કરાયા : તમામ ઉદ્યાનો, રેસ્ટોરાં, બેકરીઓ, બ્યુટી પાર્લરો અને મોલ્સ પણ લોકડાઉન હેઠળ આવશે.: શનિવારે ઈરાનમાં 19,600 થી વધુ નવા કેસ નોંધાયા : 193 દર્દીઓનાં મોત નીપજ્યાં access_time 12:56 am IST

  • પરિમલ નથવાણી અલગ મિજાજમાં: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ ડાયરેક્ટર અને આંધ્રના રાજ્યસભાના સભ્ય શ્રી પરિમલભાઈ નથવાણી નવરાશની પળોમાં એક અલગ જ મિજાજમાં નજરે પડે છે.. રવિવાર સવારનો સમય તેમણે શરીરની ચુસ્તી-સ્ફુર્તિ જાળવવામાં પસાર કર્યો હતો. access_time 10:37 pm IST

  • વડોદરામાંથી ગેરકાયદે રેમડેસીવીર ઇન્જેકશન વેચતા ડોકટર ઝડપાયા : પી.સી.બી.ની સફળ રેડ : ડોકટર અને નર્સની કરાઇ ધરપકડ : હજુ વધુ મેડીકલ માફિયાની ઝડપી લેવા કાર્યવાહી : ડોકટર રૂ. ૭પ૦૦ થી રૂ. ૯૦૦૦માં ઇન્જેકશન વેચતા હતા : ડોકટર આયુર્વેદિક પ્રેકટીસ કરતા હતા access_time 4:22 pm IST