Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

મહંત નરેન્દ્ર ગિરી કોરોના સંક્રમિત : તમામ અખાડાઓમાં કરાશે કોરોના ટેસ્ટીંગ

મોડી રાત્રે મહંત નરેન્દ્ર ગિરી તબિયત લથડતા જગજીતપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા

નવી દિલ્હી : વૈશ્વિક મહામારી કોરોનાએ હરિદ્વાર કુંભ ને પણ અભડાવ્યો છે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરી મહારાજને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. હરિદ્વારના મુખ્ય તબીબી અધિકારી શંભુનાથ ઝાએ જણાવ્યું હતું કે મહંત નરેન્દ્ર ગિરીના તપાસ અહેવાલમાં જાણવા મળ્યું છે કે મહારાજ કોરોના રોગથી સંક્રમિત છે. 70 વર્ષીય મહંતની તબિયત લથડતા શુક્રવારે મોડી રાત્રે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઝાએ માહિતી આપી હતી કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે હરિદ્વાર કુંભ મેળા વિસ્તાર અને સરહદોની સાથે તમામ અખાડાઓમાં આરટી-પીસીઆર અને એન્ટિજેન પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, મહાકુંભ મેળામાં આવતા ભક્તો અને સંતોને જાગ્રત રહેવા અને કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.શુક્રવારે મોડી રાત્રે મહંત નરેન્દ્ર ગિરી તબિયત લથડતા તેને જગજીતપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેળાધિકારી દીપક રાવત અને કુંભ એસએસપી જન્મેજય ખંધુરીએ તેમની તબિયત જાણવા તેમને મળવા ગયા હતા. બીજી તરફ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશનંદ ગિરી, આચાર્ય મહામાદલેશ્વર બાલકાનંદ વગેરે સંતો પણ તેમની સુખાકારી માટે પૂછવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

(8:21 pm IST)