Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

મ્‍યાનમારમાં પ્રદર્શનકારીઓ ઉપર તૂટી પડતા સેનાના જવાનો : અેક જ દિવસમાં અનેક લોકતંત્ર સમર્થન કરનાર વ્‍યકિતઓને હત્‍યાના બનાવો નોંધાયા

મ્યાનમાર: મ્યાનમારમાં સુરક્ષાબળો એ શુક્રવારના રોજ સૈન્ય તખ્તપલટની વિરૂદ્ધ પ્રદર્શન કરનાર કમ સે કમ 82 લોકતંત્ર સમર્થકોને મારી નાંખ્યા. મારી નાંખવામાં આવેલા પ્રદર્શનકારીઓની સંખ્યા પર નજર રાખનાર એક સંગઠન અને સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર આ એક દિવસમાં મારી નાંખવામાં આવેલા લોકોની બીજી સૌથી વધુ સંખ્યા છે. આટલી મોટી સંખ્યામાં મોત બાદ પણ મ્યાનમારમાં સેનાની વિરૂદ્ધ પ્રદર્શન ચાલુ છે.

કહેવાય છે કે બાગો શહેરમાં સુરક્ષાબળોની કાર્યવાહીમાં શુક્રવારના રોજ 82 પ્રદર્શનકારીઓના મોત થયા હતા. આની પહેલાં 14મી માર્ચના રોજ યાંગુનમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. યાંગુનથી બાગો અંદાજે 100 કિલોમીટર દૂર છે. જો કે દેશમાં ફેલાયેલ હિંસક માહોના લીધે સ્વતંત્ર રીતે મોતના આ આંકડાઓની પુષ્ટિ થઇ શકી નથી.

આસિસ્ટન્સ એસોસીએશન ફોર પોલિટિકલ પ્રિજનર્સ દ્વારા સંકતિલ શરૂઆતના આંકડા પ્રમાણે મૃતકોની સંખ્યા 82 છે. આ સંગઠન મૃતકો અને ધરપકડ કરાયેલ લોકોની દરરોજની સંખ્યા જાહેર કરે છે. આ આંકડા મોટાપાયે વિશ્વસનીય મનાય છે. કારણ કે મોતના નવા કેસને ત્યાં સુધી સામેલ કરાતા નથી જ્યાં સુધી તેમની પુષ્ટિ થઇ જતી નથી અને તેનું લિસ્ટ વેબસાઇટ પર અપાતું નથી.

સંગઠને શનિવારના રિપોર્ટમાં કહ્યું કે તેમને બાગોમાં મૃતકોની સંખ્યા હજી વધવાની આશંકા છે કારણ કે બીજા મામલાઓનું વેરિફિકેશન કરવાનું બાકી છે. મ્યાંમા નાઉએ પણ 82 લોકોના મોતના સમાચાર આપ્યા છે. તો બીજીબાજુ આખા મ્યાનમારમાં હવે પોલીસના ગોળીબારમાં મૃતક પ્રદર્શનકારીઓની સંખ્યા 700ની નજીક પહોંચી રહી છે.

મ્યાનમારની બગડતી સ્થિતિ આંતરરાષ્ટ્રીય સમુદાયને ચિંતિત કરી રહ્યો છે. ખાસ કરીને 27મી માર્ચના રોજ એક જ દિવસમાં 110 લોકોના મોત બાદ ચિંતા ખૂબ વધી ગઇ છે. યુરોપિયન સંઘે તેને આતંકનો દિવસ ગણાવ્યો છે. લોકતંત્ર સમર્થકો પર તાજેતરમાં થયેલા મોટા અત્યાચાર યાંગૂનના દક્ષિણ ડગન ટાઉનશિપમાં જોવા મળ્યા છે. અહીં નરી આંખો ખોફનાક મંજર જોનારાઓનું કહેવું છ કે છેલ્લાં બે દિવસ દરમ્યાન આ વિસ્તારમાં સેનાએ એક ખાસ મુહિમને અંજામ આપ્યો છે, તેનાથી આખો વિસ્તાર દહેશતમાં આવી ગયો છે.

(2:25 pm IST)
  • રાજકોટમાં એક કલાસીસ ઉપર દરોડો : દરોડાથી બચવા વિદ્યાર્થીઓને ચોપડા વગર આવવા અને બાઇક-સ્કુટર દૂર પાર્ક કરવા કહેવાયું હતું : દરોડા બાદ કલાસીસ સંચાલકો જવાબ ન આપી શકયા access_time 4:21 pm IST

  • રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાનો વણથંભ્યો આતંક : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 405 અને ગ્રામ્યના 70 કેસ સાથે કુલ 475 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:28 pm IST

  • કોરોનાનો કહેર વધતા દિલ્હી સરકારની નવી ગાઇડલાઇન જાહેર : લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં 20 લોકોને મંજૂરી : મહારાષ્ટ્રથી હવાઇ માર્ગે દિલ્હી આવતા તમામ મુસાફરોએ 72 કલાક જૂનો પોતાનો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહેશે: તમામ પ્રકારના સામાજિક, રાજકિય, સાંસ્કૃતિક, રમત ગમત, મનોરંજન, ધાર્મિક અને તહેવાર સંબંધી મેળાવડા પર પ્રતિબંધ access_time 12:41 am IST