Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

અમેરિકાના રાજકારણમાં ભારતીયોનો વધી રહેલો દબદબો : શિકાગોમાં 6 એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણીઓમાં 2 ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો ટ્રસ્ટી તરીકે વિજેતા બન્યા : AAPI ના પૂર્વ પ્રેસિડન્ટ ડો.સુરેશ રેડ્ડી ઇલિનોઇસના ઓક બ્રુકમાં તથા સુશ્રી મેઘના બંસલ નેપરવિલેમાં વ્હીટલેન્ડ ટાઉનશીપ ટ્રસ્ટી બેઠક ઉપર વિજેતા બન્યા

વોશિંગટન : અમેરિકાના રાજકારણમાં ભારતીયોનો દબદબો વધી રહેલો જોવા મળી રહ્યો છે.તાજેતરમાં નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બીડને અનેક ભારતીયોને જુદા જુદા હોદાઓ ઉપર નિમણુંક આપી છે.ઉપરાંત જુદા જુદા હોદાઓ માટે યોજાતી ચૂંટણીઓમાં પણ ભારતીયો વિજયી બનવા લાગ્યા છે.

જે મુજબ 6 એપ્રિલના રોજ યોજાયેલી શિકાગો વિસ્તારની ચૂંટણીઓમાં 2 ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો ટ્રસ્ટી તરીકે વિજેતા બન્યા છે. જે પૈકી અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન (  AAPI ) ના પૂર્વ પાસ્ટ પ્રેસિડન્ટ ડો.સુરેશ રેડ્ડી ઇલિનોઇસના ઓક બ્રુકમાં ટ્રસ્ટી તરીકે વિજેતા થયા છે. તેમજ નેપરવિલેમાં વ્હીટલેન્ડ ટાઉનશીપ ટ્રસ્ટી તરીકે ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન મહિલા  સુશ્રી મેઘના બંસલ વિજેતા થયા છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

 

(7:27 pm IST)