Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

લોકડાઉનમાં ઘરેલું હિંસાના કેસ વધતા રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા વોટ્સએપ નંબર જાહેર

આ સેવા કાયમી નથી: 69 ફરિયાદ તો માત્ર ઈ મેલના માધ્યમથી મળી

 

નવી દિલ્હી : રાષ્ટ્રીય મહિલા આયોગે એક વોટ્સ એપ નંબર જાહેર કર્યો છે, જેના પર લોકડાઉન દરમિયાન ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરાવી શકાશે. આયેગે કહ્યું કે, નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે, અત્યાર સુધીમાં લોકડાઉન દરમિયાન આવી ઘટનાઓ વધી રહી છે. લોકડાઉનના કારણે ઘરેલુ હિંસાની ફરિયાદ કરી શકનાર મહિલાઓ 7217735372 પર વોટ્સએપ મેસેજ કરી પોતાની ફરિયાદ કાખલ કરાવી શકશે

આયોગે ટ્વીટ કરીને લોકોને આવા કેસ મામલે વોટ્સએપ નંબર 7217735372 પર મેસેજ કરી જાણકારી આપવાનો આગ્રહ કર્યો છે. જેથી એજન્સી તે મહિલાઓની સહાયતા કરી શકે જે મહિલા ટેન્શનમાં હોય કે ઘરેલુ હિંસાનો ભોગ બની હોય. આયોગે જણાવ્યું કે નંબર ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી લોકડાઉન ચાલુ રહેશે. આયોગે કહ્યું કે સેવા કાયમી નથી, લોકડાઉન ખતમ થતા સેવા બંધ કરી દેવામાં આવશે.

(12:33 am IST)